વડોદરા31 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે મોડી રાત્રે ટેમ્પાચાલકે અજાણ્યા બાઈકચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવને પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ડભોઇ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટેમ્પોએ ટક્કર મારતા બાઈકચાલક ફંગોળાયો
મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ફરતીકુઈ ગામ નજીક મોડી રાત્રિના મોટર સાઇકલ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલ ટેમ્પાચાલકે અજાણ્યા મોટર સાઇકલ સવારને અડફેટે લેતા મોટરસાયકલ ચાલક હવામાં ફંગોળાઈ જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
બાઈકચાલકનું અકસ્માત સ્થળે જ કરુણ મોત.
બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત
આ ગોઝારા અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે, લોકો આવે તે પહેલાં ટેમ્પોચાલક ઘટનાસ્થળે ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો હતો. આ બનાવને પગલે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. મોડી રાત્રે બનેલા આ બનાવના પગલે અરેરાટી વ્યાપી ગઇ હતી. નોંધનીય છે કે, આ સ્થળે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બને છે.
પોલીસે ટેમ્પોચાલક સામે ગુનો નોંધ્યો
અકસ્માતની જાણ ડભોઇ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અજાણ્યા મોટર સાઇકલ ચાલકના મૃતદેહનો કબજો લઇ મૃતદેહને પીએમ અર્થે ડભોઇ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. તે સાથે અકસ્માત સર્જી સ્થળ પર ટેમ્પો મૂકી ફરાર થઇ ગયેલ ટેમ્પાચાલક વિરુદ્ધ ગુનો નોંઘી ટેમ્પા ચાલકની શોધખોળ શરૂ કરી હતી. તે સાથે અજાણ્યા મૃતકની ઓળખ છતી કરવાની તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સ્થળે દોડી આવી.
.