વડોદરા3 કલાક પહેલા
- કૉપી લિંક
વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં આવેલી સંજરી એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા દંપતી બાળકોને ઘરે બોલાવી તેમની પર મેલી વિદ્યા કરતા હોવાના આરોપ સાથે એપાર્ટમેન્ટના રહીશો દ્ધારા દંપતીને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો. ભારે હોબાળો મચતા મામલો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે, પોલીસની તપાસમાં તાંત્રિક વિધીની વાતને ઉપજાવી નાંખવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
પાણી પીવડાવી મેલી વિદ્યા
મળેલી માહિતી પ્રમાણે શહેરના તુલસીવાડી વિસ્તારમાં આવેલ સંજરી એપાર્ટમેન્ટમાં અનિતા અને ગીનભાઇ નામની વ્યક્તિ ભાડે મકાન રાખીને રહે છે. તેઓ એપાર્ટમેન્ટના બાળકોને ઘરે બોલાવી તેમના ઉપર તાંત્રિક વિદ્યા કરી રહ્યા હોવાનો એપાર્ટમેન્ટના લોકોએ આરોપ મૂકી માર માર્યો હતો. ભારે હોબાળો મચતા કારેલીબાગ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને ટોળાના મારથી દંપતીને બચાવી પોલીસ મથકમાં લઇ આવી હતી. સ્થાનિક લોકોએ દંપતી અનિતા અને ગનીભાઈ એપાર્ટમેન્ટમાં રહેતા ચાર બાળકોને તેમના ઘરે બોલાવી તેમને પાણી પીવડાવી તેમના પર મેલી વિદ્યા કરતા હોવાના આક્ષેપો કર્યા હતા.
મહિલાઓ મારવા દોડી
આજે સમી સાંજે તુલસીવાડીમાં બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. ઘટનાની જાણ કારેલીબાગ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ટોળાને દૂર કરી દંપતીને પોલીસ મથકે લઇ જવા પોલીસ વાહન સુધી લાવતી હતી ત્યારે પણ રોષે ભરાયેલ મહિલાઓ દંપતીને માર મારવા પોલીસની પાછળ દોટ મૂકી હતી. એક તબક્કે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જોકે, પોલીસે દંપતીને ઘટના સ્થળેથી બહાર કાઢ્યા હતા અને પોલીસ મથકે લઇ આવી હતી.
મહોલ્લામાં રહેવા ન જોઇએ
એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ જાણવ્યું હતું કે, મારા બાળક સહિત ચાર બાળકોને અનિતા જબરજસ્તી અપહરણ કરી તેના ઘરે લઇ ગઈ હતી. અમે જોયું એટલે એના ઘરે અમે બધા ગયા હતા. જયાં બાળકો પર જાદુ ટોણા કરી રહી હતી. અમે ચારે બાળકોને તેના ઘરેથી બહાર લઇ આવ્યા હતા. આ દંપતી અહીં ભાડેથી રહે છે. આજે આવું કૃત્ય કર્યું છે. ભવિષ્યમાં અમારા બાળકોને ઝેર પણ આપી શકે છે. જેથી આ દંપતી હવે અમારા મહોલ્લામાં રહેવા જોઈએ નહીં.
વાત ઉપજાવી કાઢી છે
વાત ઉપજાવી કાઢી છેકારેલીબાગ પોલીસ મથકના પી.આઇ. ચેતન જાદવે જણાવ્યું હતું કે, આક્ષેપિત દંપતી અને આરોપ લગાવનારાઓ વચ્ચે જુનો ઝઘડો છે. દંપતી દ્વારા બાળકો ઉપર તાંત્રિક વિદ્યા કરવાનો મૂકવામાં આવેલા આક્ષેપ ખોટો છે. જુના ઝઘડાની અદાવતમાં આ વાતને ઉપજાવી નાંખવામાં આવી છે. આમ છતાં, આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ પણ બનાવ બન્યો હતો
નોંધનીય છે કે, થોડા સમય પહેલાં એક માનસિક દિવ્યાંગ વ્યક્તિ ઉપર બાળકો ઉઠાવી જવાનો આરોપ મૂકી માર મારવામાં આવ્યો હતો. આ બનાવ યાકુતપુરા વિસ્તારમાં બન્યો હતો. તેજ રીતે આજે સંજરી એપાર્ટમેન્ટમાં બનેલી ઘટના પણ ઉપજાવી નાંખેલી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ સાથે ઘર્ષણ
વિસ્તારમાં ભારે હોબાળો
ટોળા ઉમટ્યા
દંપતીની પાછળ દોડી મારવાનો પ્રયાસ
.