લોકો અને ધારાસભ્યની રજૂઆત બાદ સરકારનો નિર્ણય, મિલ્કતોના ખરીદ-વેચાણ પૂર્વે કલેકટરની મંજૂરી લેવી પડશે | After the submission of the people and MLAs, the decision of the government, the approval of the collector must be taken before the sale and purchase of properties.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • After The Submission Of The People And MLAs, The Decision Of The Government, The Approval Of The Collector Must Be Taken Before The Sale And Purchase Of Properties.

ભાવનગર5 કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં રહેણાંકી વિસ્તારમાં સ્થાનિકોની લાંબા સમયથી માંગ ઉઠી હતી કે અશાંતધારો લાગુ કરવામાં આવે આ અંગે સમગ્ર પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરી આ મુદ્દે મંજૂરીની મ્હોર મારવામાં આવી છે.

શહેરના આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો
ભાવનગર શહેરના પૂર્વ મત વિસ્તારોમાં જેમાં ભગાતળાવ, પ્રભુદાસ તળાવ, રાણીકા, બોરડી ગેટ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનીડેરી, તિલકનગર, જુની માણેકવાડી, આનંદ નગર, ક્રેસન્ટ સર્કલ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદારનગર, ભરતનગર, શિશુવિહાર, કરચલીયા પરા, ખેડૂતવાસ અને શિવાજી સર્કલ સહિત 23 વિસ્તારોના 104 શેરીઓ, ખાચાઑ, સોસાયટીઓનો અશાંત ધારોમાં સમાવેશ કરવામાં આવ્યો છે,

મિલ્કતની ફેરબદલ માટે કલેકટરની પૂર્વમંજૂરી લેવી પડશે
અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે કોઈપણ મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ઘરીને આગળની કાર્યવાહી હાથ ધરશે, અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતોમાં કલેક્ટરો તપાસ કરવામાં આવે છે,

અશાંતધારો લાગુ કરવા અનેક રજુઆત કરી હતી
આ મુદ્દે કલેક્ટર સહિતના અધિકારીઓ ને લેખિત મૌખિક રજૂઆતો તથા મુખ્યમંત્રી સુધી વાત પહોંચી હતી, દરમ્યાન ભાવનગર પૂર્વ મત વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ આ મુદ્દે વ્યક્તિગત રસ લેતા અને સરકાર સુધી સફળ રજૂઆત કરતાં સરકારે સમગ્ર સ્થિતિ અંગે તલસ્પર્શી અભ્યાસ કરી પૂર્વ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા મંજૂરી ની મ્હોર મારી છે, અશાંતધારો લાગુ થાય તે માટે વિહિપ, બજરંગદળ સહિતના હિંદુ સંગઠનોએ જાહેર હિન્દુ જનજાગૃતિ થી લઈને અનેક કાર્યક્રમો યોજ્યા હતાં.

આ વિસ્તારામાં અશાંતધારાનો અમલ કરાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *