લોકોની રોડ, પાણી, ગટર, લાઈટ, ટેક્સ સહિત સુવિધાઓની ફરિયાદો, કેટલીક સ્થળ પર ઉકેલાઈ તો કેટલીકની નોંધ કરાઈ | Complaints of people about facilities including road, water, sewerage, light, tax, some were resolved on the spot while some were recorded.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Complaints Of People About Facilities Including Road, Water, Sewerage, Light, Tax, Some Were Resolved On The Spot While Some Were Recorded.

અમદાવાદ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે રોડ રસ્તા, પાણી, ગટર, લાઈટ, ટેક્સ વગેરે સુવિધાઓની ફરિયાદોના નિવારણ માટે શહેરના તમામ ઝોનમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો પોતાની ફરિયાદો લઈને પહોંચ્યા હતા. દિવ્યભાસ્કર દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી વોર્ડમાં યોજાયેલા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સૌથી વધુ ફરિયાદ પાણી, ગટર અને રોડની લઈને આવ્યા હતા. નાગરિકોને પોતાની સોસાયટીમાં ગટરની અને પાણી ભરાવવાની તેમજ પાણી ન આવતું હોવાની ફરિયાદો લઈને પહોંચ્યા હતા. નાગરિકોની ફરિયાદોને સાંભળી અને તેની નોંધ કરવામાં આવી હતી તો કેટલીક ફરિયાદોનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

ત્રણ દિવસમાં ફરિયાદોનો નિકાલ કરાશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આજે શહેરના તમામ ઝોનમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લોકો પોતાની ફરિયાદો લઈને આવ્યા છે. રોડ, રસ્તા અને ગટર તેમજ પાણીની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ થાય તેના માટે લોકો સુધી અમે પહોંચ્યા છીએ. ત્રણ દિવસમાં ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આજથી આ ફરિયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત થઈ છે. 14 ઓગસ્ટ સુધી તમામ ઝોનના દરેક વોર્ડમાં એક એક દિવસ આ કાર્યક્રમ યોજાશે.

અમને સંતોષકારક જવાબ મળ્યો- વિરમદેવ સોસાયટીના ચેરમેન
સાબરમતી જવાહર ચોક વિસ્તારમાં આવેલી વિરમદેવ સોસાયટીના ચેરમેન હિંમતભાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં હું અમારી સોસાયટીની રોડ રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઈટની ફરિયાદને લઈને આવ્યો હતો. જેમ અમને તેઓએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં તમારા સોસાયટીનું કામ થઈ જશે, જે 10 ટકાનું કામગીરી બાકી છે. તે ઝડપી પૂર્ણ થઈ જશે. અમને સંતોષકારક જવાબ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી આપવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે તમને સર્ટિફિકેટ મળ્યા બાદ તમારી 70 20 10 ની યોજનામાં કામગીરી થઈ જશે.

માતાના નામે ટેક્સ બિલ કરાવવાનું હતું- રાજેશભાઈ
રાજેશભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, મારા પિતાના નામે ટેક્સ બિલ આવતું હતું. મારા પિતાનું અવસાન થઈ જતાં મારે માતાના નામે ટેક્સ બિલ કરાવવાનું હતું જેથી આજે હું આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવ્યો હતો જેના માટે થઈ અને તેઓએ મને કેટલાક પુરાવા આપવા કહ્યું હતું જેની ઝેરોક્ષ સાથે ફોર્મ ભરી અને તેઓ મને અહીંયા સ્થળ ઉપર જ આપવા જણાવતા હું તેમને પુરાવા આપ્યા બાદ તેઓ મારા માતાના નામે ટેક્સ બિલ કરી આપશે તેમ જણાવ્યું છે. જ્યારે ઈશ્વરભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે મારા ઘરમાં કચરા ની અલગ ચૂકાબી નાની ટોપલી મળી નહોતી જેના માટે થઈ અને આજે હું અહીંયા આવ્યો તો જે મને આપવામાં આવી હતી તેમજ ગટર ઉભરાવવાની પણ ફરિયાદ કરી હતી જેની સમસ્યાનો ઉકેલ આવી જશે તેમ તેઓએ જણાવ્યું હતું.

ભગવાનદાસના ડેલામાં પાણી આવતું નથી-હીનાબેન
સાબરમતીના અચેર વિસ્તારમાં ભગવાનદાસના ડેલામાં રહેતા હીનાબેન નામના મહિલાએ જણાવ્યું હતું કે, આજે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અમારા ત્યાં પાણીની ખૂબ જ સમસ્યા છે જેના માટે થઈ અને અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા. કોઈને પણ પાણી આવતું નથી જેના માટે પાણીના કનેક્શન લેવા માટે થઈ અને અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા જેનો અમને ખૂબ જ સારો જવાબ આપ્યો તો અને અમને જે પણ માહિતી જોઈતી હતી તે આપવામાં આવી છે.

તમામ ઝોનમાં વોર્ડ દીઠ ફરિયાદ નિવારણ કાર્યક્રમ
આજે શહેરના તમામ ઝોનમાં વોર્ડ દીઠ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક લોકો ફરિયાદ કરવા આવ્યા હતા. શહેરમાં સૌથી વધારે રોડ ગટર પાણીની સમસ્યા વધારે સામે આવી હતી. અનેક લોકોના ઘરે પાણી નથી આવતું, ઓછા પ્રેશરથી આવે છે. સોસાયટીમાં પાણીના કનેક્શન નથી. જેને પગલે પણ તેઓ રજૂઆત કરવા આવ્યા હતા. સોસાયટીના આંતરિક રોડ ખૂબ જ ખરાબ છે અને રોડ બનેલા નથી. ત્યાંના કારણે અવરજવરમાં તકલીફ પડતી હોવાની પણ ફરિયાદો લોકોએ કરી હતી. ટેક્સ બિલ ની પણ અનેક ફરિયાદો આવી હતી ટેક્સ બિલમાં નામ સુધારણાથી લઈ મોબાઈલ નંબર વગેરે અંગે ફરિયાદ કરાઈ હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કાર્યક્રમની સમીક્ષા કરી
પશ્ચિમ ઝોનમાં સાબરમતી વોર્ડમાં રૂક્ષ્મણી બેન ભાવસાર મ્યુનિસિપલ હોલમાં નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, ધારાસભ્ય હર્ષદ પટેલ, સાબરમતીના કોર્પોરેટરો, પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ કે પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ શહેરના વિવિધ ઝોનમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ફરિયાદ નિવારણ કાર્યક્રમની તેઓએ સમીક્ષા કરી અને સૂચના આપી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *