અમદાવાદ39 મિનિટ પહેલા
- કૉપી લિંક
આગામી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હવે શહેરમાં નવા રોડ રસ્તા બનાવવા અને બાકી રોડની કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓ દ્વારા ઇજનેર ખાતાના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તેઓ સાથે સમીક્ષા બેઠક કરી અને ઝડપથી રોડ બનાવવા આપવામાં આવી છે. ચાલુ વર્ષે ચોમાસા પહેલાના જે રોડ બનાવવાના હતા તેમાં માત્ર 8 જેટલા જ રોડ બાકી રહ્યા છે, જેને પણ બને તેટલા ઝડપથી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
શહેરમાં માત્ર 6 કિ.મીના 8 રસ્તાઓની કામગીરી બાકી
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિના ચેરમેન મહાદેવ દેસાઇ અને પદાધિકારીઓએ યોજેલી સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, જેમાં પશ્ચિમ વિસ્તારના કેટલાક રોડ રસ્તાની કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં પણ નવા રોડ બનાવવાના છે, તે ચૂંટણી પહેલા બની જાય તે રીતે આયોજન કરવા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. રોડ બાબતે અધિકારીઓ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ચોમાસા પહેલા શહેરમાં વિવિધ ઝોનમાં 101 કિ.મી.ના 149 જેટલા રસ્તાઓ બનાવવાના હતા. જે પૈકી 58 કિ.મી.ના 99 રસ્તાઓ બીસી લેવલ પુર્ણ કરવામાં આવી છે. 24 જેટલા રસ્તાઓ ડીબીએમ લેવલ પુર્ણ કરી કામગીરી કરાઇ છે. જ્યારે 11 જેટલા રસ્તાઓની બેઝવર્ક પ્રગતિમાં છે. હવે શહેરમાં માત્ર 6 કિ.મીના 8 રસ્તાઓની કામગીરી બાકી છે. જેમાં 2 રસ્તાઓ પશ્ચિમઝોનના, 3 રસ્તાઓ દક્ષીણ ઝોનના 1 રસ્તો ઉત્તરઝોનનો અને 2 રસ્તા પ્રોજેક્ટ વિભાગના બાકી હોવાનુ જોવા મળ્યું છે.
.