મહિસાગર (લુણાવાડા)15 મિનિટ પહેલા
- કૉપી લિંક
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા પશુઓ બાબતની પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવા માટે સૂચના કરતા મહીસાગર લોકલ ક્રાઇક બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડની સૂચના માર્ગદર્શન હેઠળ LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. મકવાણા તથા સ્ટાફ ટીમ બનાવી તાપસમાં હતા. તે દરમિયાન બાતમી આધારે પાલ્લા આંકલવા ગામ તરફથી લુણાવાડા તરફ કતલખાને લઈ જવાતા ગૌવંશો બચાવી લઈ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પી. આઈ, આર.ડી.ભરવાડ સૂચના માર્ગદર્શન હેઠળ LCB પી. એસ.આઈ, પી.એમ.મકવાણા તથા સ્ટાફના માણસો લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે પાલ્લા આંકલવા રોડ ઉપર પાલ્લા તરફથી એક ઓટો રીક્ષા મા ગૌ વંશ વાછરડા ભરી લુણાવાડા તરફ કતલખાને કતલ કરવા લઈ જનાર છે. તેવી બાતમી મળતા એલ.સી.બી. સ્ટાફના માણસો આંકલવા ગામની સીમમાં તપાસ કરી બાતમીવાળી રિક્ષામાંથી એક ગૌ વંશ સાથે ત્રણ આરોપી (1) યાસીન લાલામહમ્મદ પાપામીયા શેખ.રેહવાસી આરામપુર.લુણાવાડા મહીસાગર.(2)ઝુંબેર અહેમદ મજીદભાઈ વસ્કા, રેહવાસી, બુરહાની સોસાયટી લુણાવાડા, મહીસાગર. અને (3) બીસ્મિલ્લા એહમદ ઉમરભાઈ શેખ રહેવાસી મોડાસા ફળી લુણાવાડા, મહીસાગર ત્રણેને પકડી પાડ્યા હતા.
કુલ કિંમત રૂપિયા 90,860ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓના વિરુદ્ધ ધી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનીય 1960ની કલમ 3,11(1)ક,ઘ,ચ,ઝ,ડ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિય 1954 ની કલમ 5(1)5(1-ક),6-ક(1)(3)(4),8(4),10 જી.પી.એક્ટ કલમ 119 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ LCB પી.આઈ. આર.ડી.ભરવાડના માર્ગદર્શન, સૂચના હેઠળ પી.એસ.આઈ. પી.એમ.મકવાણા તથા સ્ટાફના માણસો કૃષ્ણકુમાર,વિરેન્દ્રસિંહ,પરેશભાઈ, વિક્રમસિંહ સહિત લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, લીંબડીયા તરફથી એક સફેદ કલરના પિકપ વાહનમાં ગૌ વંશ ગાયો ભરી લુણાવાડા તરફ કતલખાને કતલ કરવા લઈ જનાર છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.ટીમ દ્વારા સોનેલા આઈ.ટી.આઈ નજીક તાપસમાં હતા. ત્યારે બાતમીવાળી પિકપ વાનમાંથી કતલખાને લઈ જવાતા ગૌ વંશ, ગાયો સાથે એક આરોપી ભરત પ્રતાપભાઈ માલિવાડ રહેવાસી, મેણા (ખાનપુર) મહીસાગરને પકડી કુલ કિંમત રૂપિયા 3,30,640 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ ધી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિય 1960ની કલમ 3, 11(1) ક,ઘ,ચ,ઝ ડ તથા ગુજરાત પશુ સંક્ષણ અધિનીય 1954 ની કલમ 5 (1) 5 (1,ક), 6-ક (1) (3) (4) ,8(4), 10 જી.પી.એક્ટ કલમ 119 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે ગાયો ભરી આપનાર ત્રણ આરોપી (1) અબ્દુલ રશીદ હુસેનમિયા શેખ.રહેવાસી મોટા ખાનપુર, મહીસાગર. (2) ઇમરાન મજીદ શેખ તથા (3) સલીમ મજીદ શેખ બંને રહેવાસી લુણાવાડા મહીસાગર જે હાલ વોન્ટેડ છે. આમ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ બે સ્થળેથી કતલના ઇરાદે લઈ જવાતા પશુઓને બચાવી લઈ આરોપીને ઝડપી પાડ્યા હતા.