અમદાવાદ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
LAHDC લેહના કાઉન્સિલર અને અધ્યક્ષ તાશી ગ્યાલશન અને લદાખ યુનિવર્સિટીના કુલપતિ ગુજરાતના મહેમાન બન્યા હતા.ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ IIS ડિપાર્ટમેન્ટની મુલાકાત કરી હતી.ગુજરાત યુનિવર્સિટીમાં બનેલા લદાખ હાઉસની પણ મુલાકાત કરી હતી.અગાઉ ગુજરાત યુનિવર્સિટી અને લદાખ યુનિવર્સિટી વચ્ચે MOU થયા છે જેમાં ભાગરૂપે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે.
LAHDC લેહના પાર્ષદ અને અધ્યક્ષ તાશી ગ્યાલશને કહ્યું કે, પીએમ મોદી દ્વારા લદાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.ઈસરો દ્વારા લદાખ માટે વિશેષ લામા એપ્લિકેશન તૈયાર કરાઈ રહી છે. લદાખનું કલાઈમેટ ખૂબ બદલાઈ રહ્યું છે,ડિઝાસ્ટરનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ગ્લેશિયર પીગળી રહ્યું છે, તે અંગે સચોટ માહિતીઓ પ્રાપ્ત થશે.લામા એપ્લિકેશન દ્વારા ખ્યાલ આવશે કે કલાઈમેટ ચેન્જ કયા પ્રકારે થઈ રહ્યું છે,વરસાદ ક્યારે પડશે.ગુજરાત યુનિવર્સિટીમાં બનેલા લદાખ હાઉસ ગુજરાત યુનિવર્સિટીમાં બન્યું છે, હું લદાખમાં હોવું અહેસાસ અહીં થઈ રહ્યો છે.
.