- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- ABVP Made A Representation In The System To Start The Construction Of Stalled Government College Complex In Lakhpat’s Dayapar
કચ્છ (ભુજ )38 મિનિટ પહેલા
- કૉપી લિંક
પશ્ચિમ કચ્છની છેવાડે આવેલા લખપતના વડા મથક દયાપર ખાતે મહારાવ લખપતજી સરકારી કોલેજ માટેના સંકુલનું ખાતમુહૂર્ત કરાયા બાદ બાંધકામ શરૂ ના થતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે સંકુલનું બાંધકામ હાથ ધરાય તેવી માગ કરી હતી.
લખપત તાલુકા ABVP દ્વારા દયાપર મામલતદાર કચેરી ખાતે સરકારી કોલેજના સંકુલ અંગે બાંધકામ શરૂ કરવાની લેખિત માગ કરાઈ હતી. તેમાં પત્રમાં દર્શાવ્યા મુજબ દુર્ગમ તાલુકામાં આવેલી એક માત્ર સરકારી કોલેજ છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે. પરંતુ હજી સુધી આ કોલેજને તેનું સંકુલ મળી શક્યું નથી. આ સમયગાળા દરમિયાન બે વખત તો કોલેજનું સ્થળ બદલવાની ફરજ પડી હતી. જેના કારણે તાલુકાના અંતરિયાળ ગામડામાંથી આવતા છાત્રોના અભ્યાસની સાથે કોલેજના વહીવટીમાં ખલેલ પહોંચી હતી. ત્યારે કોલેજ સંકુલ માટે નવા સ્થળે ફાળવાયેલી જમીન પર ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું છે તેથી કોલેજનું બાંધકામ ત્વરિત શરૂ કરાય એવી માગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ કલેકટર દ્વારા વર્ષ 2019માં દયાપર સરકારી કોલેજ માટે જમીન ફાળવવામાં આવી હતી. આ જમીન પર હાલમાંજ પદાધિકારીઓની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ અંતઘડીએ અચાનક જાગેલા વન વિભાગે આ જમીન ચિંકારા અભ્યારણ હેઠળની હોવાનું કારણ દર્શાવી બાંધકામ અટકાવી દીધું છે.