સુરત17 મિનિટ પહેલા
- કૉપી લિંક
રુદરપુરા-ગોપીપુરા વિસ્તારમાં અશાંતધારાને લઈ અનેક ફરિયાદો સામે આવતી રહે છે. સ્થાનિક લોકો અને વિધર્મીઓ વચ્ચે સતત કોઈકને કોઈક બાબતે તકરાર પણ થતી રહે છે. જેને કારણે અંગત અદાવત રાખીને હિંસક ઘટનાઓ પણ બનતી હોય છે. તાજેતરમાં જ રૂદલપુરા અશાંતધારા સમિતિના પ્રમુખ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે અલગ અલગ સ્થળના સીસીટીવી તપાસ્યા
રૂદરપુરા વિસ્તારમાં દિપેશ શાહ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૈયદ હુસેન ભાડાના મકાનમાં રહેતો હતો. બીપી શાહ અને તેની વચ્ચે માસ મટન ખાતો હોવાથી ગંદકી ફેલાવવાના મુદ્દે વારંવાર બોલાચાલી થતી હતી. આ બાબતની અંગત અદાવત રાખીને સૈયદ હુસેને દિપેશ શાહ ઉપર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા દિપેશ શાહને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિધરપુરા પોલીસે અલગ અલગ સ્થળના 40 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. હુમલો કર્યા બાદ સૈયદ હુસેન ભાગતો સીસીટીમાં નજરે પડે છે. જેના આધારે પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો છે.

અશાંત ધારા વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામાન્ય બની
સુરતનો જુનો કોર્ટ વિસ્તાર તેમજ સેન્ટ્રલ ઝોનમાં અશાંતધારાની ફરિયાદો સામે આવતી રહે છે અને તે બાબતે વિદ્યાર્થીઓ સાથે મારામારી પણ થાય છે. અશાંતધારાને લઈને રુદરપુરા વિસ્તારમાં સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે દિપેશ શાહ કાર્યરત છે. તેમના દ્વારા વારંવાર અશાંત ધારા વિસ્તારની અંદર જે પ્રકારે વિધર્મીઓ દ્વારા મિલકતો ખરીદવામાં આવતી હતી અને દબાણ કરવામાં આવતું હતું, તેની સતત તેઓ ફરિયાદ કરતા રહેતા હતા. તેને લઈને પણ વિદ્યાર્થીઓના નિશાને હતા. અશાંતધારાનો ઉલ્લેખન લઈને જ્યારે પણ ફરિયાદો થાય છે, ત્યારે વાતાવરણ ખૂબ જ ઉગ્ર થઈ જાય છે અને કેટલાક અસામાજિક તત્વો આ ફરિયાદ કરનારાઓને ધાકધમકી પણ આપતા હોય છે.
.