પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક
- શિક્ષકોની 400માંથી બે કેમ્પ મારફતે 219 જગ્યા ભરાઈ
પાટણ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોના ધો-1 થી 5 અને 6 થી 8 ના બે જિલ્લા ફેર બદલી કેમ કર્યા બાદ પણ ખાસ કરીને રાધનપુર-સાંતલપુર તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની 181 જગ્યાઓ ખાલી રહેતા સોમવારે પાટણ ખાતે જિલ્લા ફેર બદલી કેમ્પ કરાશે.
પાટણ જિલ્લામાં ધોરણ 1 થી 5ના શિક્ષકોની 259 ખાલી જગ્યાઓ માટે રાધનપુર ખાતે જિલ્લા ફેર બદલી કેમ્પ રાખ્યો હતો.જેમાં બીજા જિલ્લામાંથી શિક્ષકો પાટણ જિલ્લામાં આવતા 109 જગ્યાઓ ભરાઈ હતી. 150 જગ્યાઓ ખાલી રહી છે ત્યારબાદ સમી ખાતે ધોરણ 6થી 8ના શિક્ષકોનો જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો હતો. જેમાં 141 ખાલી જગ્યાઓ માટે આ કેમ્પ યોજ્યો હતો. જેમાં 110 શિક્ષકોની જગ્યાઓ ભરાઈ હતી. 31 શિક્ષકોની જગ્યાઓ ખાલી રહી છે.
આમ બે કેમ્પ મારફતે પ્રાથમિક શિક્ષકોની 400 ખાલી જગ્યામાંથી 219 જગ્યાઓ ભરાઇ છે હજુ 181 જગ્યાઓ ખાલી છે. જેમાં મોટાભાગની રાધનપુર-સાંતલપુર પંથકની જગ્યાઓ ખાલી છે. આ 181 ખાલી જગ્યાઓ માટે સોમવારે પાટણ ડાયટ ખાતે સવારે 9:00 કલાકે જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાશે. તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.
.