રાણપુરમા રૂ. 7.3 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા કોર્ટ બિલ્ડીંગનું ડિસ્ટ્રીક જજ કે.આર.પ્રજાપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું | In Ranpur Rs. District Judge KR Prajapati inaugurated the newly constructed Taluka Court Building at a cost of Rs 7.3 crore.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • In Ranpur Rs. District Judge KR Prajapati Inaugurated The Newly Constructed Taluka Court Building At A Cost Of Rs 7.3 Crore.

બોટાદ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાણપુર તાલુકા ખાતે નવનિર્મીત તાલુકા કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ સમારોહમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ કે. આર. પ્રજાપતિએ પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું હતું કે, કોર્ટમાં તમામ કેસોની ફાઈલોનું સમયસર, ઝડપી નિરાકરણ લાવવા તેમજ તમામ કોર્ટે હરહંમેશ કેસોથી ખાલી રહે તે રીતની કાર્યશૈલી અપનાવવા જણાવ્યું હતું. કોર્ટમાં આવનાર પક્ષકારોને સમયસર અને ઝડપી ન્યાય મળે તે રીતની મુદતો ઓછી લઈ કાર્યવાહી કરવા, ન્યાય મંદિરના સંકુલમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આવનાર પક્ષકારો, ધારાશાસ્ત્રીઓને કોર્ટના સંકુલમાં પાન માવાનું વ્યસન ન કરવા અપીલ કરી હતી. બિલ્ડિંગના નવ નિર્માણમાં શ્રમ યજ્ઞ આપનાર તમામ લોકોને ડિસ્ટ્રિક્ટ ન્યાયધીએ શુભેચ્છા પાઠવી હતી. રાણપુર ખાતે નવનિર્મિત તાલુકા કોર્ટનું નિર્માણ થવાથી રાણપુરના પ્રજાજનોની સુવિધાઓમાં વધારો થશે તેમ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશએ જણાવ્યું હતું.

રાણપુરના પ્રિન્સીપાલ સિવિલ ન્યાયાધીશ રાહુલ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોઇપણ સિદ્ધિ મેળવવા માટે નિરંતર પ્રયત્નો કરવા આવશ્યક છે. 8 ડિસેમ્બર, 2018ના રોજ રાણપુર સિવિલ કોર્ટ બિલ્ડિંગનું ભૂમિપૂજન જસ્ટિસ એ.જે. શાસ્ત્રીના હસ્તે થયું હતું. અમને સતત વિવિધ વિભાગો તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે. મને કહેતા ખુબ ગૌરવ થાય છે હું પણ જ્યુડિશિયલ ઈન્સ્ટિટ્યૂશનનો સભ્ય છું. સિવિલ કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ થકી સાધનો, તાલીમબદ્ધ સ્ટાફ અને ઈક્વિપમેન્ટને લીધે ન્યાયિક પ્રક્રિયા વધુ સુગમ થશે. આ તકે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ ગુજરાત હાઈકોર્ટ અને કાયદા વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રાણપુરના સિનીયર એડવોકેટ દિપકભાઈ રાવલ, એડવોકેટ રાવલ અગ્રવાલ, એડવોકેટ જે. જે. દલવાડી, એડવોકેટ પી. એ. સોનાગરાએ પ્રસંગોચિત પ્રવચનો કર્યાં હતા. આ વેળાએ બંસીબેન મકવાણાએ દેશભક્તિને ઉજાગર કરતું પ્રવચન કર્યું હતું.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ સહિત અન્ય મહાનુભાવોએ નવનિર્મિત કોર્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ કોર્ટના સંકુલમાં વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં બલ્ડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બહોળા પ્રમાણમાં નાગરિકોએ બ્લડ ડોનેટ કરી સહભાગી બન્યાં હતાં. રાણપુર તાલુકાના બાર એસોસિયેશનના પ્રમુખ અને ધારાશાસ્ત્રી સી. પી. ડોડીયાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચીફ લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલશ્રી પી.બી.રેણુકાએ કર્યુ હતું.

અત્રે નોંધનીય છે કે, રાણપુર તાલુકા ખાતે નવનિર્મિત કોર્ટમાં જજ ચેમ્બર, કોર્ટરૂમ, કોન્ફરન્સ રૂમ, લાઈબ્રેરી, કોમ્પ્યુટર રૂમ, ઘોડીયાઘર રૂમ, સ્ટેનોરૂમ, બેન્ચ કલાર્ક રૂમ, રજીસ્ટ્રાર રૂમ, જેન્ટસ વિટનેસ, લેડીઝ વિટનેસ, પેન્ટ્રી રૂમ, એકસ્ટ્રા રૂમ, સ્ટેમ્પ વેન્ડર, બેલીફરૂમ, પોસ્ટ ઓફિસ, બેંક, ઈન્કવાયરી રૂમ સહિત વિવિધ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા-તાલુકાના ન્યાયાધીશઓ, ધારાશાસ્ત્રીઓ, બાર એસોસિયેશનના સભ્યો, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ, નાયક કાર્યપાલક ઈજનેર હેત્સવ ઢોલાવાલા સહિત રાણપુરના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *