રાજ્યપાલની વિશેષ ઉપસ્થિતિમાં BSFની 43મી આંતર સીમાંત કુસ્તી પ્રતિયોગિતા સમારોહ સંપન્ન, 11 ફ્રન્ટિયરોની ટીમોના 900થી વધુ ખેલાડીઓએ સ્પર્ધાઓમાં ભાગ લીધો | The 43rd BSF Inter Frontier Wrestling Competition concluded in the special presence of the Governor, saw more than 900 athletes from teams from 11 frontiers participate in the competitions.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The 43rd BSF Inter Frontier Wrestling Competition Concluded In The Special Presence Of The Governor, Saw More Than 900 Athletes From Teams From 11 Frontiers Participate In The Competitions.

ગાંધીનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

સીમા સુરક્ષા દળ-બી.એસ.એફ.ના ગુજરાત ફ્રન્ટિયરના યજમાનપદે ગાંધીનગરમાં 43મી આંતર સીમાંત કુસ્તી પ્રતિયોગિતાનો સમાપન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે બીએસએફના 11 ફ્રન્ટિયરોની ટીમોના 900થી વધુ ખેલાડીઓએ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિજેતાઓને અભિનંદન પાઠવી ધોધમાર વરસાદ વચ્ચે પણ અડગ ઊભા રહેલા બી.એસ.એફ.ની વિવિધ ટીમોના રમતવીરોને સંબોધીને કહ્યું હતું કે, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દેશની સીમાઓ સાચવી બેઠેલા બી.એસ.એફ.ના જવાનો ભારતીય સેના કરતાં પણ અગ્રેસર ફરજ બજાવે છે. આ મોસમ આવા વીર જવાનોના જુસ્સાને ડગાવી શકતી નથી, બલકે આ જવાનો મોસમના મિજાજને બદલી નાખવા સમર્થ છે. રમતગમત સ્પર્ધાઓના સુંદર આયોજન બદલ તેમણે બી.એસ.એફ. ગુજરાતના મહાનિરીક્ષક રવિ ગાંધી અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.

ગાંધીનગર બીએસએફમાં તા.25 થી 29 જુલાઈ દરમિયાન 43મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગીતાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં સીમા સુરક્ષા દળની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમાના કાશ્મીર, જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત તથા ભારત-બાંગ્લાદેશ સીમા પર તહેનાત ઉત્તર બંગાળ, દક્ષિણ બંગાળ, ગૌહાટી, મેઘાલય, મણીપુર-કછાર અને ત્રિપુરા સહિત કુલ 11 ફ્રન્ટિયરોની ટીમોએ ભાગ લીધો હતો‌. આ પ્રતિયોગિતામાં કુસ્તી, બૉક્સિંગ, વેઈટ લિફ્ટિંગ, કબ્બડી અને બૉડીબિલ્ડીંગ સ્પર્ધાઓમાં 900 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

પાંચ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં કુસ્તી (ફ્રી સ્ટાઈલ) માં ગુજરાત વિજેતા થયું હતું. જ્યારે પંજાબ રનર્સ અપ રહ્યું હતું. ગ્રેકો રોમન સ્ટાઇલમાં ઉત્તર બંગાળ વિજેતા થયું હતું જ્યારે રાજસ્થાન રનર્સ અપ રહ્યું હતું. બૉડીબિલ્ડિંગમાં જમ્મુ ફ્રન્ટિયર વિજેતા અને ગુજરાત રનર્સ અપ રહ્યું હતું. વેઇટ લિફ્ટિંગમાં મણીપુર-કછાર વિજેતા રહ્યું હતું જ્યારે ગુજરાત રનર્સ અપ રહ્યું હતું. કબડ્ડીમાં જમ્મુ વિજેતા અને દક્ષિણ બંગાળ રનર્સ અપ રહ્યું હતું. જ્યારે બોક્સિંગમાં ગુજરાત વિજેતા અને જમ્મુ તથા ત્રિપુરા સંયુક્તપણે રનર્સ અપ રહ્યા હતા.

બેસ્ટ બૉક્સર પવન (ગુજરાત) બેસ્ટ કબડ્ડી પ્લેયર અજીતસિંહ (દક્ષિણ બંગાળ) બેસ્ટ વેઇટ લિફ્ટર બાદલ નાઈક (ગુજરાત) બેસ્ટ બૉડીબિલ્ડર અશોકકુમાર (જમ્મુ),બેસ્ટ રેસલર (ફ્રી સ્ટાઈલ) નરેન્દ્ર (ગુજરાત) અને બેસ્ટ રેસલર (ગ્રેકો રોમન સ્ટાઇલ) ભૂરુ સેન (ઉત્તર બંગાળ)આ વિજેતાઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે બેસ્ટ પ્લેયર ટ્રોફી અર્પણ કરાઈ હતી.પ્રતિયોગિતાના સમાપન સમારોહમાં બી.એસ.એફ.ની મહિલા બટાલીયને યોગનું અને જવાનોએ મલખમનું નિદર્શન કર્યું હતું.જમ્મુ ફ્રન્ટિયર અને દક્ષિણ બંગાળની કબડ્ડી ટીમો વચ્ચે પ્રદર્શન મેચ યોજાઇ હતી, જેમાં દક્ષિણ બંગાળની ટીમ વિજેતા થઈ હતી. સમાપન સમારોહમાં ભવ્ય પરેડ ઉપરાંત ટીમોની માર્ચપાસ્ટ યોજાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *