આટકોટ39 મિનિટ પહેલા
- કૉપી લિંક
- અત્યંત નબળા કામમાં ડામર તો રહ્યો જ નથી, ખાડાય ઊંડા થયા
રાજકોટ ભાવનગર હાઈવે આટકોટનાં બુઢણપરી નદીનો નવો પુલ કે જેના પરથી હજારો વાહનોની અવર જ્વર થતી હોય છે, ત્યારે આ પુલ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે પુલના સળીયા દેખાય રહ્યા છે, સરકારનાં લાખોનાં ખર્ચે બનેલો પુલ લોટ પાણીને લાકડા જેવો થઇ ગયો. ખાડામાં વરસાદી પાણી ભરાઇ જતાં હોય છે, વાહન ચલાવવું મુશ્કેલીનો સામનો કરવો પડે છે વાહનોનાં અડધા ટાયરો ખાડામાં ચાલ્યા જાય તેટલા મોટા ગાબડાંઓ પડી ગયા છે છતાંય તંત્ર દ્વારા સબ સલામત છે તેવો ઘાટ છે. મગરનાં પીઠ જેવો રોડ છે, ઠેરઠેર ગાબડાં પડી ગયા છે.
કોઈ મોટી દુર્ઘટના બનશે તેની જવાબદારી કોની રહેશે? તેવી ચર્ચા અને અસંતોષ વાહન ચાલકો ઠાલવી રહ્યા છે. અહીંના રહીશ જયેશ ધમલે જણાવ્યું હતું કે બે મહિનાથી આ પુલ પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે, વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીંથી છેક જ્સદણ ચોકડી સુધી રોડ પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે કેટલાય અકસ્માત સર્જાઇ ચૂક્યા છે ટુ વ્હીલર ચાલકો અકસ્માતના ભોગ બની રહ્યા છે છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. વહેલી તકે તંત્ર દ્વારા ખાડાઓ બુરવામાં આવે અને ડામર પાથરવા માં આવે તેવી માંગણી ઉઠી છે.
.