રાજકોટમાં 1.50 કરોડનો હવાલો લઇ વેપારીને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાઈ, PSI સહિત 11 વ્યકિતને કોર્ટમાં હાજર થવા નોટિસ ફટકારી | 1.50 Crore in charge of 1.50 Crores in Rajkot, a complaint was registered against a businessman, 11 persons including PSI were issued notices to appear in court.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 1.50 Crore In Charge Of 1.50 Crores In Rajkot, A Complaint Was Registered Against A Businessman, 11 Persons Including PSI Were Issued Notices To Appear In Court.

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેર પોલીસ વધુ એક વખત ચર્ચામાં આવી છે. રાજકોટ શહેરમાં ઝોન મુજબ બનાવવામાં આવેલ LCB ટીમના PSI સહિતના સ્ટાફે રૂપિયા 1.50 કરોડનો હવાલો લઇ વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમા વીજ શોક આપ્યા હોવાની કોર્ટમાં ફરિયાદ નોંધાતા કોર્ટે LCB ટીમના PSI સહિત 11 વ્યકિતને કોર્ટમાં હાજર થવા નોટિસ ફટકારવામાં આવી છે.

1.50 કરોડ વ્યાજે લીધા
ખોડિયાર એગ્રી ફ્લોર મિલ્સ પ્રા.લિ. કંપનીના મલિક રોહિત હેમતભાઈ ચંદાલાએ ધ્વનિ ઇન્ટરનેશનલના માલિક વિજયભાઇ મંગલાણી અને બાલાજી એકઝીમના મહેન્દ્ર ધરમશીભાઈ કગથરાને માલ વહેંચેલ હતો તેના બદલામાં રૂપિયા લેવાના બાકી હતા અને આ ધ્વનિ ઈન્ટરનેશનલ અને બાલાજી એકઝીમના માલીકે યશવંત રણછોડભાઇ સખીયા પાસેથી રૂપિયા 1.50 કરોડ વ્યાજે લીધા હતા, જેનું વ્યાજ પણ ચુકવતા હતા.

LCB ઝોનના PSI ને હવાલો આપ્યો
બાલાજી એકઝીમ અને ધ્વનિ ઇન્ટરનેશનલે રોહિત હેમંતભાઇ ચંદાલાને માલ પેટેના રૂપિયા જમા કરાવ્યા હતા. જે નાણા કઢાવવા માટે યશવંતભાઈ રણછોડભાઈ સખીયાએ રાજકોટ LCB ઝોનના PSI ને હવાલો આપ્યો હતો. જેમાં PSI ભરતભાઈ બોરીસાગરે રોહિતભાઇ ચંદાલાને તા. 31.07.2023 ના રોજ ગોંધી રાખી અસહ્ય માર મારી ગુપ્તાંગમાં 10 થી 15 વખત વીજ શોક આપ્યા હોવાની રોહિત ચંદાલાએ રાજકોટની ચીક કોર્ટમાં કરિયાદ દાખલ કરી હતી.

કોર્ટ સમક્ષ હાજર રહેવા નોટિસ ફટકારી
​​​​​​​રોહિત ચંદાલાની કરિયાદના આધારે કોર્ટ દ્વારા હવાલા પ્રકરણ મામલે LCB ટીમના PSI ભરત બોરીસાગર સહિત 8 પોલીસકર્મીઓ ઉપરાંત યશવતં રણછોડભાઇ સખીયા, દિલીપ રણછોડભાઇ સખીયા અને નરેન્દ્રભાઇને તા. 11.08.2023 ના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવા નોટિસ ફટકારવામાં આવી છે. આ કેસમાં કરિયાદી વતી એડવોકેટ મેઘરાજસિંહ એમ. ચુડાસમા રોકાયા છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *