- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- During The Renovation Of A House In Rajkot, Unidentified Persons Stole 19 Lakhs Including Gold Ornaments And Cash And Escaped.
રાજકોટ4 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
રાજકોટના રૈયા રોડ પર આવેલા પૂર્વ મેયર ગોવિંદ સોલંકીના ઘરમાં ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ રકમ સહિત 19 લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ઘરમાં રિનોવેશન કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન 23 જુલાઇથી 27 જુલાઇ દરમિયાન અજાણ્યા શખ્સો ચોરી કરીને ફરાર થયા હોવાની શંકા આધારે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મકાનનું રિનોવેશનનું કામ ચાલુ હતું
પૂર્વ મેયરના પુત્ર મોહીતભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ.44)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ અમારા ઘરમાં છેલ્લા ત્રણેક મહિનાથી રીનોવેશનનું કામકાજ ચાલતુ હોય, જેથી અમારા ઘરે મારા પિતા એક જ હાજર રહેતા અને બીજા પરીવારના સભ્યો અમારા ઘરની બાજુમાં અમારી માલિકીનું બીજુ મકાન આવેલ છે ત્યાં રહેતા અને અમારા ઘરમાં રીનોવેશન કામગીરીને લઈને કોન્ટ્રાકટર તથા બીજા મજૂરોની અમારા ઘરમાં અવરજવર રહેતી હોય છે અને અમારા મકાનનું રિનોવેશનનું કામ ચાલુ હતું ને મારા અમારા ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં મારા માતા-પિતાનો બેડરૂમ આવેલ છે તથા અમારા ઘરે રીનોવેશનનું કામ ચાલુ હોય જેથી, રસોડામાં અને પ્રથમ માળે બેડરૂમમાં બારીની લોખંડની ગ્રીલ પહેલેથી જ કાઢી નાખેલ છે તથા અમારા ઘરે ફળીયામાંથી ઉપરના માળે જવા માટે લોખંડની સીડી છે, જેમાંથી અમારા ઘરે અંદર-બહાર જઈ શકાય છે.
કબાટમાં થોડા દિવસ પહેલા જે ઘરેણા મૂકેલ હતા તે હાલ નથી
ગઈ તા.22.07.2023ના રોજ સવારના આશરે 11 વાગ્યાની આસપાસ મારા માતા ભગવતીબેન પોતાના ઘરેણા જે પોતાના રૂમના લાકડાના કબાટમાં મૂકેલ હતા. તેમાંથી જરૂરિયાત મુજબ ઘરેણા પહેરી અને બીજા ઘરેણા અંદર મૂકેલ હતા અને કબાટને લોક કરેલ હતો. ત્યારબાદ તા.27.07.2023ના રોજ સવારના આશરે 10 વાગ્યે મારા માતા ભગવતીબેને પોતાના ઘરેણા પહેરવા માટે પોતાના રૂમમાં ગયેલ તો કબાટનો દરવાજો ખાલી આડો દીધેલ હતો અને કબાટના દરવાજાનો લોક તૂટેલો જોવામાં આવેલ હતો. મારા માતાએ કબાટનો દરવાજો ખોલતા તેમાં જે ઘરેણાઓ કાપડની પોટલીમાં મૂકેલ હતા તે જોવામાં આવેલ ન હતા. જેથી, મારા માતાએ મને બોલાવેલ અને હું તાત્કાલિક આવી ગયેલ અને મને મારા માતાએ જણાવેલ કે, કબાટમાં થોડા દિવસ પહેલા જે ઘરેણા મુકેલ હતા તે હાલ નથી.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી
આ પછી મેં કબાટમાં સોનાના ઘરેણા ન હોવા બાબતની જાણ મારા પિતા ગોવિંદભાઈને કરેલ અને મારા પિતા આવી જતા અમારા ઘરેણા બાબતે અમારા ઘરમાં આજુબાજુ તપાસ કરતા મારા માતાના રૂમના કબાટમાં મુકેલ નીચે મુજબના સોનાના દાગીનાની કોઇ ભાળ મળેલ નહિ અને અમારી નીચે મુજબના સોનાના દાગીના મળેલ ન હતા અને ચોરી થયેલ હોવાનું જણાતા હું તથા મારા પિતા આ બાબતની જાણ કરવા માટે રૂબરૂ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
ચોરી થયેલ તમામ વસ્તુ
- ચાર તોલા વજનનું સોનાનું મંગળસુત્ર કિંમત આશરે રૂ.1.40 લાખ
- ત્રણ તોલા વજનનો સોનાનો ચેઈન અને પેન્ડલ કિંમત આશરે રૂ.1.05 લાખ
- બે તોલા વજનનો સોનાનો ચેઈન અને પેન્ડલ કિંમત આશરે રૂ.70,000
- સવા તોલા વજનનો સોનાનો ચેઈન અને પેન્ડલ કિંમત આશરે રૂ.52,500
- એક તોલા વજનનો સોનાનો ચેઈન અને પેન્ડલ કિંમત આશરે રૂ.35,000
- ત્રણ તોલા વજનનો સોનાનો સેટ અને કાનમાં પહેરવાની બુટી કિંમત આશરે 1.05 લાખ
- સાડા ત્રણ તોલા વજનનો મોતી વાળો સોનાનો ચેઈન કિંમત આશરે રૂ.1,22,500
- બે તોલા વજનના સાદા સોનાના ચેઈન નંગ-2 તથા ડિઝાઈન વાળો સોનાનો ચેઈન જેની કિંમત આશરે રૂ.70,000
- એક-એક તોલા વજનની પુરૂષને હાથમાં પહેરવાની વીંટી નંગ-4 કિંમત આશરે રૂ. 1.40 લાખ
- ત્રણ તોલા વજનની સોનાની પાટલી બંગડી કિંમત આશરે 1.05 લાખ
- પાંચ તોલા વજનની સોનાની બંગડી નંગ-4 કિંમત આશરે 1.75 લાખ
- દોઢ તોલાનો વજનનો એક સોનાનો ઘોડો કિંમત આશરે રૂ.52,500
- અડધા તોલા વજનની નાકમાં પહેરવાની વળી નંગ-2 કિંમત આશરે 17,500
- અડધા તોલા વજનની હિરાની બુટી નંગ-2 કિંમત આશરે 2,62,500
- એક તોલા વજનની સોનાની કાનમાં પહેરવાની બુટી નં-2 કિંમત આશરે 35,000
- એક તોલા વજનની સોનાની કાનમાં પહેરવાની બુટી નં-2 કિંમત આશરે 35,000
- સવા તોલા વજનની સોનાનું કાનમાં પહેરવાનું ઝુમર નં-2 કિંમત આશરે 43,750
- બે તોલા વજનના સોનાના ઓમ વાળી ડિઝાઈનના પેન્ડલ નં-3 કિંમત આશરે 70,000
- ત્રણ તોલા વજનની હાથમાં પહેરવાની સોનાની લકકી નંગ-1 કિંમત આશરે 1.05 લાખ
- બે તોલા વજનની કાનમાં પહેરવાની મંગલસુત્ર સાથે આવેલ બુટી નંગ-2 કિંમત આશરે 70,000
- બે તોલા વજનની કાનમાં પહેરવાની સોનાની સેટ નંગ-2 કિંમત આશરે 70,000
- પોણા તોલા વજનની નાકમાં પહેરવાની સોનાની ચુક નંગ-3 કિંમત આશરે 26,250
.