રાજકોટ3 કલાક પહેલા
- કૉપી લિંક
એક તરફ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે તો બીજી તરફ કેટલાક ઠગબાજો તેમાંથી પણ ગેસ ચોરી કરી લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. રાજકોટ શહેર કુવાડવા પોલીસે તરઘડીયા ગામ નજીક વિસ્તારમાંથી ગેસ રીફલીંગ કરતા બે શખ્સોને ઝડપી પાડી 3,24,700 રૂપિયાના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગ્રાહકોને બાટલા આપતા પહેલા ગેસ કાઢી લેતા
રાજકોટ શહેર કુવાડવા પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, તરઘડીયા ગામના પાટીયાથી તરઘડીયા ગામ જવાના રસ્તા વચ્ચે નંદ ગોપાલ ભારત ગેસ એજન્સી ગોડાઉન આવેલ છે તેની બહાર રોડ પર અમુક માણસો કોઇપણ જાતના સેફટી સાધનો વગર માનવ જીદંગી જોખમાઇ તે રીતે ગેરકાયદેસર કોઇપણ જાતના પાસ પરમીટ કે આધાર વગર પોતાના આર્થીક લાભ માટે ગેસના બાટલાને રીફીલીંગ કરી અને કાળા બજારમા વેચાણ કરે છે. જેથી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા નંદ ગોપાલ ભારત ગેસ એજન્સીમાથી ગેસના ભરેલા બાટલાઓ મેળવી ગ્રાહકોને આપવા જતા પહેલા તે બાટલાઓમાથી એક ખાલી બાટલામા થોડો થોડો ગેસ રીફીલીંગ કરી કાળાબજારમા વેચાણ કરી આપતા હોવાનું સામે આવ્યું હતું.
કુવાડવા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રેઇડ સમયે પણ ગેસના બાટલાનુ રીફીલીંગ શરૂ હોય જેથી રાજકોટ શહેર પુરવઠા અધિકારી તથા રાજકોટ તોલમાપ અધિકારીને જાણ કરી સ્થળ પર બોલાવી અને તોલમાપ અધિકારીની સુચના મુજબ ગેસના બાટલાઓનો અલગ અલગ વજન કરાવી ગેસના બાટલાઓમા રીફીલીંગ થયેલનુ જણાય આવતા ગેસ રીફીલીંગ કરતા બન્ને આરોપી દેવા ઉર્ફે ચનો બાંભવા અને ભરત બકુત્રાને કુવાડવા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
આરોપીઓ પાસેથી ભારત કંપની ઘરેલુ તથા કોમર્શીયલ ગેસના ભરેલા તથા ખાલી બાટલા નંગ 37 કિંમત રૂપિયા 74,000 તથા એક મોટર કાર, છકડો રીક્ષા, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ 3 લાખ 24 હજાર 700નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે લોકોને હાનિ પહોચે તેવા બેદરકારી ભર્યા કામ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
.