Categories: Gujrat

રાજકોટમાં અલકાયદાના 3 આતંકી ઝડપ્યા, અમદાવાદમાં આ મોડ્યૂલના 4 બાંગ્લાદેશી, તો પોરબંદરમાં ISKIPના આતંકવાદી ઝડપાયા હતા | 3 Al-Qaeda terrorists were caught in Rajkot, 4 Bangladeshis of this module were caught in Ahmedabad and ISKIP terrorists were caught in Porbandar.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 3 Al Qaeda Terrorists Were Caught In Rajkot, 4 Bangladeshis Of This Module Were Caught In Ahmedabad And ISKIP Terrorists Were Caught In Porbandar.

18 મિનિટ પહેલાલેખક: રક્ષિત પંડ્યા

  • કૉપી લિંક

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આજે મોટી સફળતા મળી છે. ગુજરાત ATSની અલગ અલગ બે ટીમ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજકોટમાં તપાસ કરી રહી હતી. દરમિયાન ATSએ ગઈકાલે રાત્રિના આતંકી પ્રવૃત્તિ અલકાયદા મોડ્યૂલ સાથે સંકળાયેલા 3 આતંકીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ઓટો જનરેટ ગન તેમજ 10 જેટલી જીવતી કારતૂસ જપ્ત કરી હતી. આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ ચાલુ વર્ષ દરમિયાન ત્રીજો કેસ કરી આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે, જેમાં અગાઉ બે વખત અમદાવાદ અને પોરબંદર બાદ આજે રાજકોટમાં ત્રીજી ફરિયાદ આધારે આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગુજરાત ATSના DySP હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ વર્ષે 3 આતંકવાદી મોડ્યૂલ પકડાયા છે, જેમાં કુલ 3 કેસ પકડ્યા હતા. એમાં બાંગ્લાદેશના ચાર માણસ અમદાવાદમાં પકડાયા હતા, જે અલકાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ મોડ્યૂલથી જોડાયેલા હતા. તેના હેન્ડલર પણ બાંગ્લાદેશમાં હતા. પોરબંદરમાં ISKPનો મોડ્યૂલ મળ્યો હતો, જ્યારે રાજકોટમાં અલકાયદાની આઈડિયોલોજીથી જોડાયેલા 3 માણસ પકડાયા છે.

પોરબંદર અને સુરતથી ISKIPના આતંકીની ધરપકડ
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ગઈ 9મી જૂને પોરબંદર અને સુરતથી કુલ 4 આઇએસઆઇએસના સભ્યોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ એક સભ્યની શ્રીનગરમાંથી ધરપકડ કરાઈ છે. આ દરમિયાન ગુજરાત ATSની તપાસમાં ભારતના દક્ષિણ ભાગમાં આતંકી સંગઠન સાથે જોડાવા અનેક લોકોએ પ્રયાસ કર્યા હતા. જે ધીમે ધીમે ગુજરાત સુધી પહોંચ્યું હતું. આ આખું નેટવર્ક ટેલિગ્રામ એપ્લિકેશનથી ચાલતું હતું.

ISKIPના સભ્યો ભારત છોડવાના હતા
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKIP) સાથે સંકળાયેલા ત્રણ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિ ઈરાન થઈને ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે ગુજરાત એટીએસની ટીમે 9મી જૂન 2023ના રોજ વહેલી સવારથી પોરબંદરના રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી. આ ત્રણ યુવાનોને આઇડેન્ટિફાઇ કરી વધુ પૂછપરછ માટે અટકાયત કરાઈ હતી. (1) ઉબેદ નાસિર મીર. રહે. 9 ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર (2) સ્નાન હયાત શૉલ, રહે. 90 ફૂટ રોડ. સૌરા, નૌશરા, શ્રીનગર અને (3) મોહમ્મદ હાજીમ શાહ, રહે. ઘર નંબર પર 53, નરીબલ, સૌરા, શ્રીનગરના રહીશ છે. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરવાદી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKIP)માં જોડાયા હતા.

અમદાવાદમાં અલકાયદાનો પ્રચાર કરતાં 4 બાંગ્લાદેશી ઝડપાયા
22 મેએ ગુજરાત ATSએ અમદાવાદમાં રથયાત્રા પહેલાં જ બોગસ આઈડી પ્રૂફથી રહેતા આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરી રહેલા ચાર બાંગ્લાદેશીને ઝડપ્યા હતા. બાંગ્લાદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના આદેશથી ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર ચાલતું હતું. એ ઉપરાંત આતંકવાદ માટે વિદેશમાંથી ભંડોળ એકત્ર કરવાના પણ કેટલાક પુરાવા એટીએસના હાથે લાગ્યા હતા. ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે સોજીબમિયાં, આકાશખાન, મુન્નાખાન અને અબ્દુલ લતીફ નામના બાંગ્લાદેશી માણસો ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરી બોગસ આઈડી પ્રૂફ બનાવી હાલમાં અમદાવાદના ઓઢવ અને નારોલ વિસ્તારમાં રહેતા હતા.

ચારેયના તાર અલકાયદા સાથે ખૂલ્યા
આ ચારેય ઈસમ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા છે. તેઓ મુસ્લિમ યુવાનોને અલકાયદામાં જોડાવા પ્રેરિત કરે છે તેમજ અલકાયદા તન્ઝીમનો ફેલાવો કરવા માટે ફંડ ઊઘરાવી તેના આગેવાનોને પહોંચાડે છે. આ ઈનપુટના આધારે ગુજરાત ATS દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને મોહમ્મદ સોજીબમિયાં અહેમદઅલીની પૂછપરછ કરવામાં આવી હતી. ATS દ્વારા કરાયેલી પૂછપરછમાં સોજીબમિયાંએ કહ્યું હતું કે તે બાંગ્લાદેશના મ્યેમનસિંહ જિલ્લાના ખુદરો ગામનો રહેવાસી છે.

રાજકોટમાં પકડાયેલા ત્રણેય અલકાયદા સાથે સંલગ્ન
DySP હર્ષ ઉપાધ્યાયને ગુપ્ત બાતમી મળેલી હતી કે પશ્ચિમ બંગાળના વતની અમન સિરાજ, શુકર અલી અબ્દુલ્લા અને શેફ નવાઝ નામના માણસો હાલમાં રાજકોટ સોનીબજારમાં નોકરી કરે છે અને તેઓ ત્રણેય ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા છે અને રાજકોટમાં આ તન્ઝીમનો પ્રચાર કરે છે અને રાજકોટમાં રહેતા બંગાળના અન્ય યુવાનોને આ તન્ઝીમમાં જોડાવવા પ્રેરિત કરે છે તેમજ તેઓ કોઇક કારણસર હથિયારો પણ ખરીદ કરવાની કોશિશ કરે છે.

ATSની ટીમે વેશપલટો કરીને તપાસ કરી
બાતમી અંગેની જાણ ATSના વરિષ્ઠ અધિકારીઓને કરતાં તેમના દ્વારા DySP હર્ષ ઉપાધ્યાય અને એસ.એલ. ચૌધરીના નેતૃત્વમાં PI એચ.વી.સિસારા, એ.એસ.ચાવડા, બી.એચ.કોરોટ, કે.જે.રાઠોડ, જે.એમ.પટેલ અને PSI બી.ડી.વાઘેલા, વી.આર.જાડેજા, વાય.જી.ગુર્જર, સબ એ.આર.ચૌધરી, એચ.ડી.વાઢેર, ડી.એસ.ચૌધરી, આર.સી.વઢવાણા, અને પી.આર.વસાવાની બે અલગ અલગ ટીમ રાજકોટ ખાતે રવાના કરવામાં આવી હતી. આ બન્ને ટીમોએ વેશપલટો કરી ખભા પર ગમછો તો કોઈએ માથે પાઘડી અને ગળામાં ચેઇન જેવાં ઘરેણાં પહેરી તપાસ શરૂ કરી હતી.

ટેલિગ્રામ એપથી અલકાયદાના તન્ઝીમમાં જોડાયા
ગુજરાત ATSએ તપાસ દરમિયાન ગઈકાલે 31.07.2023ના રોજ હાલ રાજકોટના ગાર્ડન ચોકમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના વતની અબ્દુલ શુકરઅલી હજરત શેખ તેમજ હાલ સોનીબજારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના અમન સિરાઝ મલિક અને હાલ સોનીબજારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં શૈફ નવાઝ અબુ શાહીદની અટકાયત કરી હતી. ગુજરાત ATSએ વિગતવાર પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે અમન અંદાજે એકાદ વર્ષથી ટેલિગ્રામ એપ્લિકેશનના માધ્યમથી તેના વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને ફુરસાન નામની ઓળખ ધારણ કરનારી વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવ્યો હતો અને આ વ્યક્તિઓએ પ્રેરિત કરતાં અલકાયદા તન્ઝીમમાં જોડાયેલો હતો.

આરોપીએ મોટા કામને અંજામ આપવા હથિયાર ખરીદેલું
ત્યાર બાદ કન્વર્સેશન એપ્લિકેશનના માધ્યમથી ઉશ્કેરણીજનક સાહિત્ય અને વીડિયો મેળવતો હતો તેમજ ઓનલાઇન માધ્યમ દ્વારા ઓટોમેટિક હથિયાર ઓપરેટ કરવાની તાલીમ મેળવી રહેલો હતો. ત્યાર બાદ ટેલિગ્રામ અને કન્વર્સેશન એપ્લિકેશનના માધ્યમથી મુઝમ્મીલ નામની ઓળખ ધારણ કરનારી વ્યક્તિ સાથે સંપર્કમાં આવેલો હતો, જે વ્યક્તિ અમનને જેહાદ તેમજ હિજરત માટે પ્રેરિત કરતો હતો અને તેના થકી કોઇ મોટા કામને અંજામ આપવા માટે કંટ્રી મેડ સેમી-ઓટોમેટિક હથિયાર ખરીદેલું હતું તેમજ અમને પોતાની સાથે પરિચિત શુકુર અલી અને સૈફ નવાજ, જેઓ આ પ્રકારની માનસિકતા ધરાવતા હોય તેમને અલકાયદા તન્ઝીમમાં જોડાવવા દાવત આપી એમાં જોડાયા હતા.

તન્ઝીમમાં જોડાવા બંગાળી કારીગરોને પ્રેર્યા
આ ત્રણેય આરોપીઓ પોતાના પરિચિત અન્ય બંગાળી કારીગરોને પણ તન્ઝીમમમાં જોડાવા પ્રેરિત કરતા હતા. આરોપીઓ પાસેથી એક કંટ્રી મેડ સેમી-ઓટોમેટિક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવી છે તેમજ તેમની પાસેથી 5 મોબાઇલ ફોન મળ્યા છે, જેમાં અલગ-અલગ સોશિયલ મીડિયા મેસેજિંગ એપના માધ્યમથી મેળવેલાં ઉશ્કેરણીજનક સાહિત્ય, વીડિયો, ફોટોગ્રાફ, ચેટ તેમજ ઓનલાઇન હથિયારની તાલીમ અંગેનું સાહિત્ય મળ્યું છે, જેથી ત્રણેય આરોપી વિરુદ્ધ ગુજરાત ATS ખાતે આઇપીસી 121-ક તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1-બી) (એ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.

આ 3 લોકોના આકાઓ કોણ?
હાલ પોલીસે આરોપીઓની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા તમામ 3 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા છે અને રિમાન્ડ મળ્યા બાદ આ 3 લોકોના આકાઓ કોણ હતા? હથિયાર ક્યાંથી મેળવ્યું, તેમનો ટાર્ગેટ શું હતો ? તેમની સાથે અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ ? તેમણે કેટલા લોકોને ઉશ્કેરણી કરી જેહાદી પ્રવૃત્તિ સાથે સંકળાવવા પ્રયાસ કર્યો છે, સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે.

એક આરોપી એક વર્ષથી રાજકોટમાં રહેતો
પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણ આરોપી પૈકી એક આરોપી છેલ્લા એક વર્ષથી રાજકોટમાં રહેતો હતો તેમજ બાકીના બે આરોપી છેલ્લા 6થી 9 મહિના દરમિયાન રાજકોટ આવ્યા હતા. આ અગાઉ તેઓ ક્યાં હતા તેમજ એ જગ્યા પર હતા ત્યારે કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા કે કેમ સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.

.

FacebookFacebookTwitterTwitterRedditRedditLinkedinLinkedinPinterestPinterestMeWeMeWeMixMixWhatsappWhatsapp
gnews24x7.com

Recent Posts

Do You Want to Get a PAN Card? Know How to Apply and Required Documents

PAN Card Application Process: A Complete Guide A Permanent Account Number (PAN) Card is an…

2 months ago

The Journey Towards $100K and Beyond Begins?

Meet Samuel Edyme, Nickname - HIM-buktu. A web3 content writer, journalist, and aspiring trader, Edyme…

5 months ago

Enjoy Violet & Daisy: Stream on Amazon Prime Video and Peacock

Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…

1 year ago

Cha Eun-Woo Steps into Kim Nam-Joo’s Drama: An Intriguing Twist Unfolds

MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…

1 year ago

Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs

Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…

1 year ago

Unveiling the Secrets of the Nagi Nagi no Mi in One Piece

The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…

1 year ago