રાજકોટ29 મિનિટ પહેલા
કોઈપણ વ્યક્તિ માટે ઘરનું ઘર બનાવવું એ ખૂબ મોટી વાત હોય છે. સામાન્ય રીતે સૌ પોતાના ઘર ઉપર ભગવાનનું કે ઘરના કોઈ સભ્યનું નામ લખાવતા હોય છે. પણ રાજકોટ શહેરનાં એક કલાકારે પોતાના ઘરનું નામ ‘મિત્રકૃપા’ રાખ્યું છે. આજે મિત્રતાનો દિવસ, એટલે કે ‘ફ્રેન્ડશીપ ડે’ છે. તો આજે મારે તમારી સમક્ષ મિત્રો માટે અનહદ લાગણી ધરાવતા જાણીતા હાસ્ય કલાકાર હરસુખ કીકાણીની થોડી ક્ષણો વાગોળવી છે. હરસુખ કીકાણી સ્પષ્ટ માનતા હતા કે, પોતે મિત્રોનાં કારણે જ તેઓ આગળ વધ્યા છે. એટલે તેમણે વર્ષ 1961માં પ્લોટ લઈને પોતાનું મકાન બનાવ્યું અને તેનું નામ ‘મિત્રકૃપા રાખ્યું હતું.
હરસુખ કિકાણીની મિત્રતાની કહાની તેની જ પુત્રી ઇલા કિકાણીના શબ્દોમાં…
મિત્રોની માટે ખાસ લાગણી ધરાવતા હરસુખ કિકાણીનાં પુત્રી ઇલાબેન જણાવે છે કે, તેઓ નાટકમાં જેમની સાથે કામ કરતા, આકાશવાણીમાં તેમની સાથે કામ કરતા લોકો સાથે માત્ર તેઓના સહકર્મી તરીકેના સંબંધો નહોતા. તમામ સાથે તેઓ લાગણીથી જોડાયેલા હતા. અનેક વખત તેઓ પોતાના નાટકના આખા સ્ટાફને તેમના ઘરે જમાડતા હતા. અનેક વખત તેમને નાટકના સ્ટાફને રાત્રે 1.30 વાગ્યે, 2 વાગ્યે તેમના ઘરે જમાડ્યા છે. તેમના માતા પણ ખૂબ શાંત પ્રકૃતિના અને તેમને ખૂબ સાથ આપતા હતાં. મિત્રો માટે તેઓને એક અલગ જ લાગણી હતી.
1961માં પ્લોટ લઈને ઘર બનાવ્યું, નામ રાખ્યું ‘મિત્રકૃપા’
તેમના મિત્રોની વાત કરતા ઇલાબેને કહે છે કે, ડો. દસ્તુર, ડો. રસિકભાઈ શાહ, ડો. અડાલજા, આકાશવાણીના તે સમયના સ્ટેશન ડાયરેક્ટર ગીજુભાઈ વ્યાસ તેમના ગાઢ મિત્રો હતા. ગીજુભાઈ વ્યાસ ડાયરેક્ટર જનરલ ઓફ દૂરદર્શન થયા બાદ પણ માત્ર તેમના ઘરે એક-એક માસ રોકાવા આવતા હતા. તેમના જીવનમાં મિત્રો ખૂબ જ મહત્ત્વનો હિસ્સો રહ્યા છે. તેમનું એવું પણ માનવું હતું કે, મિત્રોના લીધે જ તેઓ આટલા આગળ વધી શક્યા છે. આ કારણે જ જ્યારે 1961માં તેમણે પ્લોટ લઈને તેમાં ઘર બનાવ્યું, ત્યારે તેનું નામ ‘મિત્રકૃપા’ રાખ્યું હતું.
સ્વ. હરસુખ કિકાણી.
હાસ્ય કલાકાર હરસુખ કિકાણીનો પરિચય
સ્વ. હરસુખ કિકાણીનો જન્મ સપ્ટેમ્બર 1913માં રાજકોટમાં જ થયો હતો. ત્રિકોણબાગ બગીચાની સામે તેમના પિતાને રમતગમતના સાધનોની દુકાન હતી, પરંતુ તેમને શેરબજારમાં મોટી ખોટ આવતા મોટી આર્થિક નુકસાની આવી હતી. બાળપણથી જ તેમને અભિનય અને હાસ્યરસમાં રુચિ હતી. જેથી તેમણે તે ક્ષેત્રમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેમણે “સંતૃપ્ત હૃદય” નામના નાટકનું નિર્માણ કર્યું અને પોતે તેમાં ભૂમિકા નિભાવી. પરંતુ તેમાં નફાને બદલે તેમને નુકસાની થઈ હતી. પરંતુ તેમણે હિંમત હાર્યા વગર તેઓ નાટકો રજૂ કરવા માંડ્યા અને તેમને સફળતા પણ મળવા લાગી. ઉપરાંત તેમણે પોતાના એકલા હાસ્ય કાર્યક્રમો પણ શરૂ કર્યા હતો. એટલે કે, અત્યારના જમાના મુજબ કહીએ તો સ્ટેન્ડઅપ કોમેડી ક્ષેત્રમાં તેમને એટલી ખ્યાતિ મળી કે તેમને આફ્રિકાના અનેક દેશોમાંથી કાર્યક્રમ માટે નિમંત્રણ મળવા લાગ્યા હતા. કારણ કે, ત્યાં મોટી સંખ્યામાં ગુજરાતી રહે છે અને ત્યાં પણ તેમના શો હાઉસફૂલ રહેતા હતા. તેમની લોકપ્રિયતાને જોઇને બ્રિટિશ કંપની His Master voice રેકર્ડ કંપનીએ તેમને નિમંત્રણ આપ્યું અને તેમના જોક્સ અને હાસ્ય નાટકોની અનેક રેકર્ડસ્ બહાર પાડી. જેણે વેચાણના નવા વિક્રમો સર્જ્યા હતા. આ કંપનીએ તેમને ‘ગુજરાત કાઠિયાવાડના ફર્સ્ટ ક્લાસ કોમેડિયન’ તરીકે પણ ઓળખ આપી હતી.
ઇલાબેન કિકાણી.
વારસદાર ફિલ્મના કારણે રાતોરાત ફિલ્મ જગતમાં છવાયા
સ્વ. હરસુખ કિકાણીના પુત્રી ઇલાબેન કિકાણી જણાવે છે કે, તેમણે અનેક હાસ્ય નાટકોનું નિર્માણ કર્યું અને પોતે પણ અભિનય કર્યો. તેમનું ‘જાગતા રહેજો’ નાટક ખૂબ વખણાયું હતું. આ ઉપરાંત તેઓએ ફિલ્મ વારસદારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમાં તેઓ અવિસ્મરણીય અભિનય બદલ રાતોરાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છવાઈ ગયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે તે સમયના હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેત્રી નલિની જયવંત મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં હરસુખ કિકાણીએ શિક્ષિત બેરોજગારની ભૂમિકા ભજવી હતી. બાદમાં 1958માં તેઓ રાજકોટ આકાશવાણીમાં નાટ્ય નિર્માતા તરીકે જોડાયા અને એ સમયના અનેક યુવાનોને રેડિયો નાટક લખતા શીખવ્યું.
પોતાની અવસાન નોંધ પોતે જ લખી
આ કલાકારે મૃત્યુ પહેલા તેમની અવસાન નોંધ જાતે જ લખી રાખી હતી. જેમાં લખ્યું હતું કે, “આજે હું તમારી વચ્ચે નથી. મેં તમારી વચ્ચેથી વિદાય લીધી એ તમને ગમ્યું નહિ હોય. મનેય નથી ગમ્યું, પણ તાકિદનો સંદેશો મળ્યો એટલે નાછૂટકે મારે ઉતાવળ કરવી પડી. હું જિંદગી આખી હસ્યો છું. મારા મૃત્યુ પર પણ અત્યારે હસી રહ્યો છું. હું ક્યાં છું તેની મને નથી ખબર પણ જ્યાં છું ત્યાં ખુશખુશાલ છું. મારા અવસાન બદલ તમે બધાએ મારા કુટુંબને આશ્વાસન મોકલાવ્યું તે માટે સૌનો હું ખૂબ આભારી છું”: લિ.આપનો હરસુખ કિકાણી.
તેમની ગાય અંતિમયાત્રામાં સ્મશાન સુધી આવી
તેમને ગાય રાખવાનો પણ ખૂબ જ શોખ હતો તેમના ઘરના ફળિયામાં ગાયો પણ હતી. ગાયો સાથે પણ તેઓ ખૂબ જ લાગણીથી જોડાયેલા હતા. ઇલાબેન જણાવે છે કે વર્ષ 1971માં 58 વર્ષની વયે હરસુખ કિકાણીનું હાર્ટએટેકના કારણે અવસાન થયું હતું. ત્યારે એક ગાય પણ તેમની અંતિમયાત્રામાં સ્મશાન સુધી સાથે ગઈ હતી. આ પ્રકારે તેઓ તેમના મિત્રો અને ગાયો સાથે પણ ખાસ લાગણીથી જોડાયેલા હતા. તાજેતરમાં તેમની જન્મ શતાબ્દી નિમિતે આખા રોડનું નામકરણ ‘હરસુખ કિકાણી માર્ગ’ કરવામાં આવ્યું હતું.
.
Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…
MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…
Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…
The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…
Recent images from the set of a canceled Game of Thrones spin-off have surfaced, showcasing…
The forthcoming installment in the Jurassic World movie series has been slated for release, along…