ભાવનગર27 મિનિટ પહેલા
- કૉપી લિંક
- રાજપૂત સમાજ દ્વારા કુલપતિને કરાયેલી રજૂઆત
- એક્સટર્નલમાં 5 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ઇ.સ. 1995થી એક્સ્ટર્નલ અભ્યાસક્રમ ચાલતો હતો. જેમાં વિદ્યાર્થીઓને રોજ કોલેજ આવવું ન પડે અને ઘરે બેઠા અભ્યાસ કરી શકે તેવી સુવિધા મળે તે મોટો ફાયદો હતો. જેમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને દરરોજ કોલેજ આવવું ન પડે અથવા પોતાની નોકરી સાથે પણ અભ્યાસ કરી શકે તેમ જ વિદ્યાર્થિનીઓ ગૃહકાર્ય શીખતા શીખતા ઘરે બેઠા આ બાહ્ય અભ્યાસક્રમ કરીને ડિગ્રી મેળવતા હતા.
પણ આ એક્સટર્નલ અભ્યાસક્રમ હાલમાં બંધ કરવામાં આવેલ છે તેમ ગોહિલવાડ રાજપુત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે યુનિવર્સિટીના કુલપતિ ડો. એમ. એમ. ત્રિવેદીને જણાવી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી આ એક્સટર્નલ વિભાગના અભ્યાસક્રમો તાકીદે શરૂ કરવા અનુરોધ કર્યો છે.
વધુમાં જણાવ્યું છે કે યુનિવર્સિટીમાં એક અંદાજ પ્રમાણે દર વર્ષે બાહ્ય અભ્યાસક્રમમાં 5,000 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હતા અને ભાવનગર યુનિવર્સિટીને ત્રણ કરોડ રૂપિયાથી વધુ રકમની આવક થતી હતી જે એક્સટર્નલ અભ્યાસક્રમ બંધ થવાને કારણે બંધ થઈ ગઈ છે.
લોક ચર્ચા પ્રમાણે ખાનગી કોલેજો અને ખાનગી યુનિવર્સિટીઓ શરૂ કરવામાં કોઈ વાંધો નથી હોતો ત્યારે બાહ્ય અભ્યાસક્રમ શરૂ કરવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. યુનિવર્સિટી માટે પુષ્કળ જમીન અનામત રાખનારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની મારી પ્રજાનું કલ્યાણ થાવ તે નીતિ રીતે મુજબ સાંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી બાહ્ય અભ્યાસક્રમના કોર્સ તાકીદે શરૂ કરવા જણાવ્યું છે. આ રીતે બાહ્ય અભ્યાસક્રમ ભવનમાં કોર્ષ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી બંનેને ફાયદો છે.
.