ભાવનગર22 મિનિટ પહેલા
- કૉપી લિંક
- નવી શિક્ષણનિતીમાં યુનિવસિર્ટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ 23 સભ્યોની હશે
- એકેડેમિક કાઉન્સિલમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવશે
નવી શિક્ષણનીતિના અમલીકરણ અંતર્ગત ગુજરાત સરકારે હવે અંતિમ તબક્કાની કવાયત હાથ ધરી છે જે મુજબ ગુજરાત કોમન યુનિવર્સિટી બીલ જાહેર કર્યું છે જેમાં જણાવ્યું છે કે યુનિવર્સિટીના સત્તા મંડળોમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમી આવે આ ત્રણેય સત્તા મંડળમાં વાઇસ ચાન્સેલર દ્વારા નામાંકિત થનારા કુલ સભ્યોની ઓછામાં ઓછી 33% સભ્યો મહિલા રાખવાની રહેશે. આ એક મહત્વપૂર્ણ ફેરફાર બની રહેશે. આમ 33% અનામતનો કાયદો આ સત્તા મંડળોમાં પણ લાગુ પડી ગયો છે. આ ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છે અને 12 ઓગસ્ટ સુધીમાં સૂચનો મંગાવાયા છે.
દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં યુનિવર્સિટી બનાવવામાં આવ્યો છે. જે મુજબ હવે ગુજરાતમાં પણ કોમન યુનિવર્સિટી બીલ બનાવાયું છે જેનો મુખ્ય હેતુ સ્થિર અને સ્થગિત વ્યવસ્થાને દૂર કરવાનો અને રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં અસ્તિત્વ ધરાવતી વિવિધ જોગવાઈઓમાં અનુભવાતી ખામીઓ અવરોધો આડશો ક્ષતિઓ અને મર્યાદાઓને સુધારવાનો છે. જેથી વિદ્યાર્થીઓના વિકાસ કેન્દ્રીત શૈક્ષણિક પ્રણાલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુસાર બનાવી શકાશે.
બોર્ડ ઓફ મેનેજમેન્ટ વાઇસ ચાન્સલરની અધ્યક્ષતામાં રચાશે. તેમાં શિક્ષણ ઉદ્યોગ કૃષિ વાણિજ્ય બેન્કિંગ ફાઇનાન્સ સામાજિક સાંસ્કૃતિક તેમજ અન્ય ક્ષેત્રમાંથી એક પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા નામાંકિત કરાશે. અઢી વર્ષના કાર્યકાળ માટે રોટેશન દ્વારા બે ડીનને નામાંકિત કરાશે. રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થામાંથી એક નિષ્ણાત સહિત યુનિવર્સિટીમાંથી નિયમો મુજબ પસંદગી કરવાની રહેશે.
એક્ઝિક્યુટિવ કાઉન્સિલ વાઈસ ચાન્સલરની અધ્યક્ષતામાં રચવામાં આવશે અને તેમાં પણ 33% મહિલા અનામતનો નિયમ લાગુ કરવામાં આવશે. જે તે યુનિવર્સિટીની કોલેજો અને ભવનોના સિનિયોરીટી મુજબના સભ્યો ઉપરાંત શિક્ષણવિદો સામાજિક કાર્યકરો જાહેર વહીવટ કર્તાઓ પછાત સમુદાયના પ્રતિનિધિઓ મહિલાઓ અને આવા ઉચ્ચ પ્રતિષ્ઠિત વર્ગ માંથી રાજ્ય સરકાર દ્વારા નામાંકિત ચાર સિનિયર વ્યક્તિઓ હશે જ્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાંથી વ્યવસાય અને ઉદ્યોગ ક્ષેત્રે વિખ્યાત વ્યક્તિ પણ સભ્ય તરીકે હોઈ શકે છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કુલ 23 સભ્યોની હશે.
એકેડેમિક કાઉન્સિલમાં પણ કોલેજ અને ભવનના સભ્યો ઉપરાંત રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓના આઠ પ્રતિનિધિઓ રાજ્ય સરકાર સાથે ચર્ચા વિચારણાને કરીને દ્વારા નામાંકિત કરવાના રહેશે. જેમાં આઇઆઇટી, આઈ આઈ એસ ટી, ઇસરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટયૂટ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન કાઉન્સિલ ફોર સોશિયલ રિસર્ચ સંગઠનો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન વિગેરે સાથે ચર્ચા વિચારણા કરી નિયુક્તિ કરવાની રહેશે.
મહત્વપૂર્ણ બની રહેશે કોમન એક્ટ
શિક્ષકો અને અન્ય કર્મચારીઓ અધિકારીઓ અને કર્મચારીઓની જાહેર સેવક તરીકે નિમણૂંક, સરકારી તિજોરીમાં જમા કરાવવાનું ભવિષ્ય નિધિ, યુનિવર્સિટીના કર્મચારીઓનું પેન્શન, વીમો અને ભવિષ્ય નિધિ, આકસ્મિક ખાલી જગ્યાઓ ભરવા અંગેની જોગવાઈઓ, યુનિવર્સિટીની સત્તા અથવા સંસ્થાની રચનાના વિવાદો વિગેરે માટે ગુજરાત કોમન યુનિવર્સિટી બીલ મહત્વપૂર્ણ બની રહેશે.
.