મોરબી17 મિનિટ પહેલા
- કૉપી લિંક
મોરબી જિલ્લામાં જુગારીઓ રમતા સતત પકડાય રહ્યા છે જેમાં મોરબી, ટંકારા, માળિયા અને વાંકાનેર પંથકમાં છ સ્થળે દરોડા કરી પોલીસે ૨૨ જુગારીઓને ઝડપી લીધા હતા.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને ગઈકાલે રાત્રે ભક્તિનગર સર્કલ પાસે ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જેમાં આરોપી વિશાલ સોનગ્રા વનડે મેચ લાઈવ નિહાળી હારજીતનો જુગાર રમતા મળી આવ્યો હતો. આરોપી પાસેથી પોલીસે રોકડ રૂપિયા અને મોબાઈલ સહિત કુલ રૂ 11,500નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ અન્ય આરોપી અતુલ (રહે. ચીખલી) અને અરમાન મેમણ એમ બંને આરોપીઓના નામ અને મોબાઈલ નંબર ખુલ્યા હોવાથી પોલીસ બંને વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ જુના ઘૂટું રોડ પર ગઈકાલ રાત્રે જુગાર રમતા સવજીભાઈ ચારોલા, ગુણવંતભાઈ પટેલ, કેતનભાઈ પનારા અને જલ્પેશભાઇ ઘોડાસરા એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 11,250 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. માળિયા પોલીસ જાજાસર ગામમાં રાત્રે રમતા સામાભાઈ કારું, નવઘણભાઈ કારું, વાઘાભાઇ કારું, ઉકાભાઈ સવસેટા, હકુભાઈ સોમાણી અને મનસુખભાઈ કારું એમ છ શખ્સોને ઝડપી લઈને રોકડ રૂપિયા 13250 જપ્ત કર્યા હતા.
મોરબી તાલુકા પોલીસ ટીમ નવા જાંબુડિયા ગામમાં મોડી રાત્રે ઘનશ્યામ દેગામા, વિશાલ ઉડેચા, રૂપેશભાઈ વ્યાસ, આશિષ સારલા અને વાસુદેવ સરાવાડિયા એમ પાંચ જુગારીને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 24,500 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ ટીમે મોરબી નાકા બહાર દેવીપૂજક વાસમાં ગઈકાલે સાંજે રેડ કરી હતી. જેમાં જુગાર રમતા કુંઢીયા, ચતુર કુંઢીયા, સુંદર કુંઢીયા અને હસમુખ કુંઢીયા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 12,350 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો રેડ દરમિયાન આરોપી નાથા કુંઢીયા, વાસુર કુંઢીયા અને સંજય વીકાણી (રહે. ત્રણેય ટંકારા મોરબી નાકા બહાર) વાળા નાસી ગયા હોવાથી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ઢુવા ચોકડી પાસે આજે સવારે રેડ કરી હતી. જેમાં જાહેરમાં જુગાર રમતા વરસીંગ દેકાવાડીયા અને રમેશ ડાભીને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 1150 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.