મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં પથરાયેલી જર્જરિત ઇમારતો જમીનદોસ્ત કરાઇ | Dilapidated buildings scattered across Morbi’s countryside were razed to the ground

Spread the love

મોરબી30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 24 કલાકમાં ત્રણ સ્થળે બુલડોઝર ફર્યું, મહેન્દ્રનગરનું જૂનું બસસ્ટેન્ડ તોડી પડાયું

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી જૂની પુરાણી મિલકતમાં કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા દુર કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ જર્જરિત મકાનો દૂર કરવાનો પરિપત્ર કર્યો હતો અને મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં આવેલ જૂનું બસ સ્ટેન્ડ અતિ જર્જરિત હાલતમાં હોવાની ફરિયાદ મળી હતી. આ અંગે મોરબી જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા તેઓએ મોરબી તાલુકા વિકાસ અધિકારી દીપાબેન એચ. કોટકને સૂચના આપી તોડી પાડવા જણાવ્યું હતું.

ઉપરાંત મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સરવે નંબર 187 પૈકીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલા બીઆરસી ભવનની બાજુમાં તાલુકા પંચાયત મોરબીના જૂના જર્જરિત ક્વાર્ટર્સ આવેલા હોય જેમાં રીટાયર્ડ કર્મચારીઓના 3 પરિવારોના કુલ 11 સભ્યો ગેરકાયદેસર રહેતા હોવાનું સામે આવ્યું હતું જેના આધારે ડીડીઓ દિગ્વીજયસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક દબાણ દૂર કરવા સુચના આપવામાં આવી હતી, આ સૂચના મુજબ તાલુકા વિકાસ અધિકારીએ ગેરકાયદેસર કબજો ધરાવતા પરિવારોને નોટીસો આપી કડક વલણ અપનાવી સાંજ સુધીમાં ગેરકાયદેસર કબજો દુર કરાવ્યો હતો.અને અંદાજે 6000 ચો.મી.નું દબાણ દુર કરવામાં આવ્યું છે

આ ઉપરાંત લાકડધાર ગામે ગ્રામ પંચાયત ક્વાર્ટરમાં રહેણાકનું દબાણ તથા ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલમાં રહેણાંક તેમજ અનાજ દળવાની ઘંટી બનાવ્યાનું દબાણ કર્યા હોવાનું ધ્યાને આવતા રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલમાં રહેણાંક દબાણ દૂર કરાવવામાં આવ્યું છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *