પોરબંદર29 મિનિટ પહેલા
- કૉપી લિંક
- બે મજૂરને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
પોરબંદરના બરડા પંથકના બગવદર મોઢવાડા રોડ પર એક પરપ્રાંતીય મજૂરના બાઇક આડે ભૂંડ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બે પરપ્રાંતીય મજૂરને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા.
પોરબંદર શહેર અંગે ગ્રામ્ય પંથકના રસ્તાઓ પર અવાર નવાર પશુઓ આડે ઉતરતા અકસ્માતના બનાવો સામે આવતા હોય છે.પોરબંદરના મોઢવાડા ગામે ભરત દેવસી મોઢવાડિયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરવા આવેલ પરપ્રાંતીય મજૂર ખેડૂતના એક ખેતરથી બીજા ખેતરમાં પાકમાં પિયત આપવાની કામગીરી કરવા માટે બાઇક લઈને જતા હતા ત્યારે બગવદર મોઢવાડા રોડ પર આ મજૂરના બાઇક આડે ભૂંડ ઉતરતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં મહેતા સુમાર કિરા અને સુનિલ નાનશીંગ સોલંકી નામના બંને મજૂરને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં મહેતા સુમાર કિરાને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો અન્ય એક મજૂરને સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી.
.