અરવલ્લી (મોડાસા)8 મિનિટ પહેલા
- કૉપી લિંક
હવામાન વિભાગે આપેલ ભારે વરસાદની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લામાં આખો દિવસ વીત્યા બાદ સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના મોડાસા, મેઘરજ અને ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે.

અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સમી સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના મોડાસા, મેઘરજ અને ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. મોડાસાના નવા સરડોઈ, દાવલી, વાંટડામાં ધોધમાર વરસાદ થયો છે. જ્યારે ભિલોડાના વાશેરાકંપા, સુનોખ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ વિસ્તારના રસ્તાઓ નદી સમાન બન્યા છે અને ડીપ પણ છલકાયા છે. શાળાથી છૂટેલા નાના બાળકોએ પણ વરસાદની મજા માણી હતી. ખેતરો પણ જળબંબાકાર થયા છે.
મેઘરજના ઇસરી, રેલ્લાવાડા, જીતપુરમાં પણ વરસાદ ખાબક્યો છે. ખેડૂતોને ખેતીપાકમાં ફાયદો થશે. ત્યારે મકાઈ, સોયાબીન, મગફળીના વાવેતરમાં સારો એવો ફાયદો થશે.
