કચ્છ (ભુજ )38 મિનિટ પહેલા
- કૉપી લિંક
મુન્દ્રા-બારોઇ નગર પાલિકાની વોર્ડ 1 ની એક બેઠક માટે આજે રવિવારે પેટા ચુંટણી યોજાઈ હતી. કુલ 3521 મતદાન ધરાવતી બેઠક પર ત્રણ મતદાન મથકો પર 2022 મત પડતાં સરેરાશ 57.43 ટકા જેટલું મધ્યમ મતદાન થયું હતું. વધુમાં વધુ સંખ્યમાં મતદાન થાય તે માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એડી ચોટીનું જોર લગાવી મતદાતાઓને મતદાન મથક સુધી દોરી ગયા હતા. મુન્દ્રા વહીવટી તંત્રના આયોજન વ્યવસ્થા હેઠળ સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ઉલ્લેખનિય છે કે વોર્ડ 1 ની એક બેઠક પર ગત ચૂંટણીના કોંગ્રેસનાં વિજેતા ઉમેદવારનયનાબેન કાનજી સુરાનું નિધન થતાં આ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.

મુન્દ્રા બારોઈ નગરપાલીકાની વોર્ડ નંબર 1 ની એક બેઠક માટે આજે યોજાયલા ત્રી પાંખિયા જંગમાં ભાજપ વતી મિતાલીબેન ધુવા, કોંગ્રેસ વતી ડો. બીનાબેન કેનીયા અને આમ આદમી પાર્ટી તરફથી વનિતાબેન મહેશ્વરીએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસની સીટ પર ફરી પંજો કાયમ રાખવા કોંગી કાર્યકરોએ કમર કસી હતી તો ભાજપે બેઠક આંચકી લેવા જોર અજમાવ્યું હતું તો આમ આદમી પાર્ટીએ પણ પૂરતા પ્રયાસો હાથ ધર્યા હતા. મતદાન મથક 1/3 – 54%, મતદાન મથક 1/2- 68% અને મતદાન મથક 1/1 – 56% મત પડતાં સરેરાશ મતદાન 57.47 થયું હતું. મુન્દ્રા નો માહોલ આજે રાજકીય રંગે રંગાયો હતો.
