મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક
મોરબી એસઓજી ટીમે માળિયાની ભીમસર ચોકડી પાસેથી તમંચા સાથે એક આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ટંકારા તાલુકાના નેકનામ ગામમાં પાણી ભરવા ગયેલ પિતા પુત્ર ને મારમારી લૂંટ કરી આરોપી નાસી ગયો છે.
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં સવારના સમયે મોરબી-માળિયા હાઈવે પર વિદરકા ગામના પાટિયા પાસે પહોંચતા બાતમી મળી હતી કે ભીમસર ચોકડી ઓવરબ્રિજ પાસે દેશી હાથ બનાવટનો તમંચો સાથે એક શખ્સ ઉભો છે. જેથી ત્યાં રેડ કરતા શેરમામદ ગુલમામદ જામ વાળાને ઝડપી લીધો હતો. તેની પાસેથી તમંચો મળી આવ્યો હતો માળિયા પોલીસ મથકમાં ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં ટંકારાના નેકનામ ગામના રેહતા પરેશભાઈ ચાવડા પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો મેહુલ નેકનામ ગામના પરબે આર.ઓ. પ્લાન્ટનું પાણી ભરવા ગયો હતો. ત્યારે આરોપી છત્રપાલસિંહ ઉર્ફે સતો ઝાલા મેહુલને માર મારતો હતો. દરમિયાન ફરિયાદી વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો.આરોપી છત્રપાલસિંહે અહી પાણી ભરવા આવવું નહિ કહીને જાતી પ્રત્યે હડધૂત કરી ઝપાઝપી કરી ફરિયાદી પરેશભાઈના ખિસ્સામાં રહેલ રોકડ રૂપિયા 1200ની લૂંટ કરી નાસી ગયો હતો ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ મારામારી અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.