મહેસાણાએક કલાક પહેલા
- કૉપી લિંક
મહેસાણાના મોઢેરા ચોકડી પાસે પીક અપ સ્ટેન્ડ પાછળ કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળતા ટીમે દરોડા પાડી જુગાર રમતા બે શખ્સ ને ઝડપી લીધા હતા.તેમજ કુલ 3 વિરુદ્ધ ગુનો નોંધી મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.
વોટએપ્સ મારફતે રમતો વરલી મટકાનો જુગાર
મહેસાણા એલસીબી ટીમના પી.એસ.આઈ એમ.ડી.ડાભીની ટીમના અજય સિંહ બાદરજી થતા અક્ષયસિંહ વખતસિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે.મહેસાણાના મોઢેરા ચોકડી પાસે આવેલ પીક અપ સ્ટોપ પાછળ કેટલાક ઈસમો મોબાઈલમાં વોટએપ્સ મારફતે ગ્રાહકો પાસેથી વરલી મટકાનો જુગાર રમાડે છે.ટીમે બામતી આધારે રેડ મારતા મહેતા જીગ્નેશ ઉષાકાન્ત (હનુમંત હેડુઆ,મહેસાણા) અને ઠાકોર બળદેવજી મંગાજી (આંબાવાડા વિસ્તાર નવરંગ સોસાયટી) વાળાને ઝડપી લીધા હતા.
સુણસરનો વિક્રમસિંહ ઝાલા જુગારની સ્લીપો વોટએપ્સ કરતો
દરોડા દરમિયાન મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે જુગારીને ઝડપી લીધા હતા.જેમાં સુણસર ખાતે રહેતો ઝાલા વિક્રમસિંહ વદનસિંહ વરલી મટકાના વલણ સ્લીપ વોટએપ્સ મારફતે મોકલી આપતો હતો.હાલમાં પોલીસે રેડ દરમિયાન રોકડા 11,280,એક ફોન કિંમત 5,000. મળી 16,280 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તેમજ કુલ 3 વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ગુન્હો નોંધાવી વધુ તપાસ આદરી હતી