મહેસાણાના જોટાણામાં પ્રેમ સંબંધમાં યુવકને માર મારવાના કેસમાં કોર્ટે 8 આરોપીને 4 વર્ષની સજા ફટકારી | The court sentenced 8 accused to 4 years in the case of beating a young man in love affair in Jotana, Mehsana.

Spread the love

મહેસાણા11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે થોડા વર્ષ અગાઉ પ્રેમ સંબંધ મામલે બે પક્ષ વચ્ચે જૂની અદાવતમાં મારામારી સર્જાઈ હતી.જે કેસમાં યુવકને યુવતીના કુટુંબી જનોના કહ્યા પ્રમાણે યુવકને ગામમાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.જોકે યુવક ગામમાં આવતા યુવતીના પરિવારજનોએ યુવક પર હુમલો કરતા ઇજાઓ થઈ જતી.સમગ્ર કેસમાં યુવકના પરિવાર જનોએ હુમલો કરનાર સામે પક્ષના કુલ 9 લોકો સામે સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે કેસમાં આરોપીને મહેસાણા કોર્ટ તમામ ને ચાર વર્ષની સજા ફટકારી હતી.

થોડા વર્ષ અગાઉ જોટાણા ગામમાં પ્રેમ સંબંધમાં મામલે બે જૂથ વચ્ચે તકરાર સર્જાઈ હતી.ત્યારબાદ બને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું.જેમાં યુવકને ગામમાં આવવા પર છ માસ સુધી નહિ આવવા પર પ્રતિબંધ ફરમાવ્યું હતું.ત્યારબાદ ફરિયાદી યુવક પોતાના ગામમાં આવતા યુવતીના પરિવાર જનોએ હુમલો કરતા મારામારી સર્જાઈ હતી.

જે કેસમાં યુવકે યુવતીના પરિવાર જનોના 9 લોકો સામે સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં મહેસાણા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં કેસ ચાલતા વકીલ એચ.આર ચૌધરી એ કોર્ટમાં દલીલો કર્તાક કોર્ટ દલીલો ગ્રાહ્ય રાખી મલેક ઈબ્રાહીમમીયા જહાંગીરમીયા,મલેક અજરૂદીન ઉર્ફ હારુન ઈબ્રાહીમ ભાઈ,મલેક સોહિલ ઉર્ફ બાદલ ઈબ્રાહીમભાઈ,મલેક નશરૂદીન ઈબ્રાહીમભાઈ,મલેકયાસીન ઇશમાઇલ ભાઈ,મલેક ઇશમાઇલ ઉર્ફ ભુરો,મલેક અનવરમીયા જહાંગીર મીયા,મલેક મોહસીન અનવર મીયા ને કોર્ટ ચાર વર્ષની સખત કેદની સજા અને દરેક આરોપીને 1500 રૂપિયા દંડ ફટકાર્યો હતો.તેમજ આરોપીઓ દંડ ના ભરેતો વધુ છ માસની સજાનો હુકમ કોર્ટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *