મહિસાગર (લુણાવાડા)7 મિનિટ પહેલા
- કૉપી લિંક
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના પૂર્વ મધ્ય ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં તમામ છ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જિલ્લાના બાલાસિનોર પંથકમાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી ઓછો લુણાવાડા અને ખાનપુર તાલુકામાં આડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ગત સાંજના જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે થોડીવાર માટે વરસેલા ધોધમાર વરસાદે શહેરમાં પાણી પાણી કરી દીધું હતું અને અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી ઘૂંટણ સમા પાણી વહેવા લાગ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં ક્યાં, કેટલો વરસાદ
મહીસાગર જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સૌથી વધુ બાલાસિનોરમાં સવા 2 ઇંચ વરસાદ અને વિરપુરમાં સવા 1 ઇંચ નોંધાયો છે. જ્યારે કડાણા અને સંતરામપુરમાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો છે. તો સૌથી ઓછો વરસાદ ખાનપુર અને લુણાવાડા પંથકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન ક્યાં, કેટલો વરસાદ વરસ્યો
મહીસાગર જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ અત્યાર સુધીમાં સારો વરસાદ વરસી ચુક્યો છે. સરકારી ચોપડે નોંધાયેલ વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો સૌથી વધુ વીરપુરમાં અને સૌથી ઓછો વરસાદ ખાનપુરમાં પડ્યો છે. ચાલુ સિઝનનો 30 જુલાઈ સુધીમાં વીરપુર તાલુકામાં 25 ઇંચથી વધુ, લુણાવાડામાં 24 ઇંચથી વધુ, બાલાસિનોરમાં 19 ઇંચથી વધુ, સંતરામપુરમાં 18 ઇંચ, કડાણામાં 17 ઇંચથી વધુ જ્યારે ખાનપુરમાં માત્ર 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.