મહિસાગર (લુણાવાડા)33 મિનિટ પહેલા
- કૉપી લિંક
હાલમાં ચાલી રહેલા ચોમાસાની સિઝનમાં અને સતત વર્ષે રહેલા વરસાદને પગલે મહિસાગર જિલ્લામાં પણ હરિયાળી વધે અને પર્યાવરણનો લાભ જનતાને મલે તે માટેના સારા પ્રયાસના ભાગરૂપે મહિસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દ્વારા વૃક્ષો વાવી પર્યાવરણના જતન કરવા માટેનું સંકલ્પ લેવામાં આવ્યો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહિસાગર જિલ્લાના વડુમથક લુણાવાડા ખાતે હોમગાર્ડ કમાન્ડર ભુમિરાજસિંહ સોલંકી દ્વારા કાલિકા માતાના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધર્યો. જેમાં લુણાવાડા નગરની શાન એવા કાલિકા ડુંગર તેમજ કેસરિયા હનુમાન મંદિર ખાતે 100થી વધુ વૃક્ષો વાવી અને પર્યાવરણના જતન કરવા માટેનો સંદેશો આપ્યો. વૃક્ષા રોપણનો મુખ્ય ઉદ્દેશ ડુંગરને લીલા સમઘાટ વૃક્ષોની ચાદર થકી ઢાંકવા માટેની પહેલ હોમગાર્ડ કમાન્ડર તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા કરવામાં આવી. જેમાં આવનારા દિવસોમાં જિલ્લામાં 15,000થી વધુ વૃક્ષો રોપી પ્રકૃતિના જતન કરવાની નેમ ઉઠાવવાની હાકલ કરવામાં આવી છે.

હોમગાર્ડ કમાન્ડર ભૂમિરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હોમગાર્ડ કચેરી મહિસાગર દ્વારા તથા લુણાવાડા યુનિટ હોમગાર્ડ કચેરી દ્વારા આજરોજ કાલિકા માતાના મંદિર લુણાવાડા ખાતે કેશરીયા ધામ હનુમાન દાદાના પવિત્ર આંગણમાં આજરોજ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું છે. જેમાં અંદાજીત 100 જેટલા વૃક્ષો આજે વાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ આખો મહિનો ચાલવાનો છે. આખા મહિનામાં જિલ્લાના વિવિધ સ્થળે હોમગાર્ડ કચેરી દ્વારા 14 યુનિટ દ્વારા આ રીતે કાર્યકમ કરવામાં આવશે અને જિલ્લામાં અંદાજીત 15 હજાર જેટલા વૃક્ષો હોમગાર્ડ કચેરી દ્વારા વાવવામાં આવશે.


