ભરૂચ37 મિનિટ પહેલા
- કૉપી લિંક
આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા મણિપુર રાજ્યમાં આદિવાસી મહિલાઓ સાથે અમાનવીય કૃત્ય સહીત દલિત,આદિવાસી સમાજના લોકો ઉપર થતા અત્યાચાર મુદ્દે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ અને વિવિધ દલિત સંગઠનોના આગેવાન બેચર રાઠોડ,મોહન પરમાર સહીત સભ્યોએ રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદન પત્ર પાઠવ્યું હતુ.
જેમાં જણાવ્યા અનુસાર ભારતમાં આજે સંવિધાનનું છડે ચોક ઉલ્લંઘન સાથે દેશનાં બહુજન સમાજ આદિજાતિ-જનજાતિ -પછાત વર્ગ અને લઘુમતિ સમાજના લોકો સાથે દિનપ્રતિદિન અમાનવીય કૃત્યો થઇ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.ત્યારે મણિપુર રાજ્યમાં આદિવાસી મહિલાઓ સાથે અમાનવીય કૃત્ય કરવા સાથે જાહેરમાં નિર્વસ્ત્ર કરી બળાત્કાર ગુજાર્યો હતો.
આવી ઘટનાઓ પાછળ સંવિધાન વિરોધી સંગઠનો અને તેઓના કાર્યકરો દ્વારા રાજ્યમાં અશાંતિ પેદા કરીને એક જ આદિવાસી સમાજનાં ભાગલા પાડીને આદિવાસી હિન્દુ વિરૂદ્ધ આદિવાસી ખ્રિસ્તીને ખોટી રીતે ઉશ્કેરીને રાજકીય લાભ લઇ કુદરતી સંપત્તિઓ કબજો કરવા ષડયંત્ર રચી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે.તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામ પર બે અનુસુચિત જાતિના યુવાનો બેરહેમી પૂર્વક નિર્મમ હત્યા કરનાર માથા ભારે તત્વોને ફાંસીની સજા કરવાના સાથે દેશમાં આદિવાસી અને દલિતો પર થતા અત્યાચાર અટકાવી જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે.