કચ્છ (ભુજ )4 કલાક પહેલા
- કૉપી લિંક
કચ્છના અલગ અલગ વિસ્તારમાં ફરી દ્રિચક્રી વાહનમાં પડેલી ચાવી વાળા વાહનો ચોરી જવાની ટેવ ધરાવતો મૂળ વારાહીનો અને હાલે ગાંધીધામ રહેતો 28 વર્ષીય દીનેશ ઉર્ફે ટીનો હેગાભાઇ ભરવાડ નામના આરોપીને ભુજ એ ડિવિઝન પોલીસે નેત્રમ .સી.ટી.વી.કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરાઓનો ઉપયોગ કરીને ઝડપી પાડ્યો હતો. કુલ છ દ્રિચક્રી વાહન અને બે અન્ય વાહન ચોરીના કેસના આરોપી પાસેથી ચોરાયેલા ચાર સ્કૂટર અને એક બાઈક મળી આવતા તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે જાહેર કરાયેલી પોલીસ યાદી મુજબ ભુજ એ ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર વી.વી.ભોલાના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટેમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા માટે સર્વેલન્સ સ્ટાફ, ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સીસ અને શહેરમાં કાર્યરત નેત્રમ સી.સી.ટી.વી.કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરાઓનો ઉપયોગ કરી સદર ગુનાનુ ડીટેક્શન કરવા વર્કઆઉટમાં હતા, તે દરમ્યાન મળેલ સચોટ બાતમીના આધારે ચોરીની ઘટનાને અંજામ આપનાર ડ્રાઇવીંગનો ધંધો કરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીની પુછપરછ કરતા તેણે સદર ગુન્હા કામે ભુજ મધ્યે ચંગ્લેશ્વર મંદીર સામે આવેલ ગુજરાત ઇકોલોજી ગાઇડ ઓફીસની પાર્કીંગમાથી ટુ- વ્હીલર એકસેસ મો.સા.ની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. ત્યારબાદ ઉલટ તપાસ કરતા આ એક એકસેસ ટુ-વ્હીલર સિવાય ગાંધીધામ-આદીપુર વિસ્તારમાથી અન્ય 05 ટુ-વ્હીલર ચોરી કરેલાની કબુલાત પણ આપી હતી. આ ઇસમને પકડી વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.