અરવલ્લી (મોડાસા)41 મિનિટ પહેલા
- કૉપી લિંક
આમ તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે, છતાં પણ અરવલ્લી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી એક વખત ધોધમાર વરસાદ ખાબક્યો છે.

અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ભીલોડા, શામળાજી અને ધનસુરા પંથકમાં વરસાદ પડ્યો છે. ભિલોડામાં 1 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભિલોડાના માંકરોડા, રીંટોડા, ખલવાડ, નવા ભવનાથ અને લીલછામાં વરસાદ પડ્યો હતો. યાત્રાધામ.શામળાજી અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ધનસુરામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ભિલોડા પંથક છેલ્લા કેટલાક સમયથી વરસાદે હાથતાળી આપી હતી ત્યારે એકાએક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ખાસ મગફળી, સોયાબીન અને મકાઈના પાકને ફાયદો થશે અસહ્ય ઉકળાટથી પણ છુટકારો મળ્યો છે.
