ભાવનગર38 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભાવનગર શહેરના જેલ રોડ પર આવેલ એક સોનોગ્રાફી ક્લિનિકમાં ઈંગ્લીશ દારૂની પાર્ટીમાં દારૂ કરતા શખ્સો 11 શખ્સોને નિલમબાગ પોલીસના જવાનોએ પીધેલાઓની ધડપકડ કરી પોલીસ મથકે લાવી દારૂનો નશો ઉતાર્યો હતો.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રીના સમયે શહેરના નિલમબાગ પોલીસને કોલ મળ્યો હતો કે, જેલ રોડ પર આવેલ આદર્શ કોમ્પલેક્ષમા આયુષ સોનોગ્રાફી એન્ડ એક્ષ-રે ક્લિનિકમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા છે અને કેફી પીણું પી પાર્ટી કરી રહ્યા છે, જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરી ઈંગ્લીશ દારૂની મહેફિલ માણી રહેલ 11 શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં સાજન નરેન્દ્ર મકવાણા રે.પ્રભુદાસતળાવ, સુરેશ વસન સોલંકી રે.ક.પરા., પ્રતીક દર્શન મકવાણા રે.કામ્બડ ફળી પાનવાડી, હિરેન પ્રકાશ જાંબુચા રે.પાનવાડી, હર્ષદ નરેન્દ્ર ચૌહાણ રે.પાનવાડી, રૂદ્ર રાજુ ચૌહાણ રે.વડવા ચોરા, દેવાંશ શાંતિલાલ મકવાણા રે.વડવા, રવિ ચેતન જાંબુચા રે.વડવા, અમિત મહેશ ચૌહાણ રે.વડવા, કમલેશ દિનેશ મકવાણા રે.ક.પરા. અને પવન રમેશ ડાભી રે.ક.પરા વાળાઓને સ્થળ પરથી એક દારૂની બોટલ કિંમત રૂ.266 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
