અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં વધારાનો ધસારો ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ભાડા પર દરરોજ સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર – ગાંધીગ્રામ – ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન (09216/09215)ને 01 ઓગસ્ટ 2023થી આગામી 90 દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર – ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન (09216) ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરરોજ 17.00 કલાકે ઉપડે છે અને 21.40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચે છે. તેવી જ રીતે, વળતી દિશામાં, ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન (09215) ગાંધીગ્રામ સ્ટેશનથી દરરોજ 06.35 કલાકે ઉપડે છે અને ભાવનગર ટર્મિનસ 11.15 કલાકે પહોંચે છે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર ઉભી રહે છે.
ઉપરાંત ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સ્પેશિયલ, જેને અગાઉ 31મી જુલાઈ, 2023 સુધી તે હવે 25મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખાથી દર સોમવારે સવારે 10 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.45 કલાકે મદુરાઈ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સ્પેશિયલ, જે અગાઉ 4 ઓગસ્ટ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 29મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન મદુરાઈથી દર શુક્રવારે 01.15 કલાકે ઉપડશે અને રવિવારે 10.20 કલાકે ઓખા પહોંચશે.
ઉત્તર રેલવેના વારાણસી સ્ટેશન યાર્ડના રિમોડલિંગ કાર્ય હેતુ એન્જિનિયરિંગ કામ ને કારણે ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર-વારાણસી-ગાંધીનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે. ટ્રેન નંબર 22468 ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ (દર ગુરુવાર) 03 ઓગસ્ટ 2023થી 31 ઓગસ્ટ 2023 સુધી કુલ 05 ટ્રિપ્સ માટે રદ્દ રહેશે. જ્યારે ટ્રેન નંબર 22467 વારાણસી-ગાંધીનગર સાપ્તાહિક એક્સપ્રેસ (દર બુધવારે) 02 ઓગસ્ટ 2023થી 30 ઓગસ્ટ 2023 સુધી કુલ 05 ટ્રિપ્સ માટે રદ્દ રહેશે.
.