ભાવનગરની ઉડાન ટ્રસ્ટ દ્વારા સમસ્ત હિન્દુ બાબર સમાજ માટે પ્રથમવાર પસંદગી મેળાનું આયોજન કરાયું | The Udan Trust of Bhavnagar organized the first selection fair for the entire Hindu Babar Samaj

Spread the love

ભાવનગર19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં આવેલી ઉડાન ટ્રસ્ટ જે હિંદુ બાબર સમાજના લોકો માટે સામાજિક પ્રવૃત્તિ કરતી સંસ્થા છે, આ સંસ્થા દ્વારા બાબર સમાજના લોકો માટે વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે સમસ્ત હિન્દુ બાબર સમાજનો પ્રથમ જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો.

ઉડાન ટ્રસ્ટ દ્વારા સમસ્ત હિન્દુ બાબર સમાજ માટે પ્રથમ જીવનસાથી પસંદગી મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઇન 313 જેટલા યુવક-યુવતીઓએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, આ મેળામાં યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે સંસ્થાના પ્રમુખ કિરણભાઈ પરમારના માર્ગદર્શન અને બુધાલાલ પરમાર, નાનુભાઈ કોટડીયા, બેચરભાઈ, પ્રેમભાઈ કંડોલિયા અને ઉડાનની સમગ્ર ટીમના સહયોગથી સુદ્રઢ આયોજન સાથે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના યુવક-યુવતીઓની સાથે તેમના વાલીઓ, બાબર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *