ભાયાવદર14 મિનિટ પહેલા
- કૉપી લિંક
- બ્લડ ડોનેશન કેમ્પમાં શહેર પ્રમુખ સહિત ચાર મોટાં માથાં હાજર જ ન રહ્યા !
- એક જૂથે અગાઉ ચૂંટણી વખતે ઓફિસ બંધ કરવાનો ખેલ નાખ્યો હતો
ભાયાવદરમાં ભાજપના બે જૂથના આંતરિક ડખામાં શહેરના નાગરિકો અને કાર્યકરો રીતસર કંટાળી ગયા છે કેમકે કાર્યકરો કોના તરફે જવું અને કોના તરફે નહીં તે નક્કી જ નથી કરી શકતા. મોટી મુશ્કેલી એ છે કે મોવડી મંડળ અને ભાજપનું સંગઠન..આ બંને જૂથ માપમાં રહે તેવી કોઈ જાતની કાર્યવાહી નથી કરી રહયા આથી સામાન્ય કાર્યકરો ઉપરીઓની આવી રાજનીતિક લડાઇનો ભોગ બની રહ્યા છે.
તાજેતરમાં જ ભાજપમાં રહેલા અસંતોષ અને જૂથવાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો અને પટેલ સેવા સમાજ ખાતે સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથિ નિમિતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તેમાં 153 જેટલી બોટલનું રકતદાન પણ થયું હતું. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ફરી ભાજપનો જૂથવાદ સામે આવ્યો હતો.જૂના જૂથના આગેવાનોએ જાણીજોઇએ આવવાનું ટાળ્યું હતું અને તેના લીધે જ ભાજપમાં જૂથવાદ વધુ વકર્યો હોવાની ચર્ચાને વેગ મળ્યો હતો. જો કે આ મુદે મોવડી મંડળે કોઇ ફોડ પાડ્યો નથી. આ મુદો શહુેરમાં ચર્ચાની એરણે ચડ્યો છે.
આ કેમ્પનું આયોજન નગર પાલિકાના પૂર્વ પ્રમુખ નયન જીવાણીએ કર્યું હતું અને નિમંત્રણ પત્રિકામાં પણ જૂના જૂથના ભાજપ શહેર પ્રમુખ અતુલ વાછાણી, જિલ્લાના મહિલા મોરચાના મહામંત્રી રેખાબેન સીણોજીયા, શહેર મહામંત્રી સરજુ માકડીયા, બક્ષી મોરચાના દિપક મેરાણી સહિતના લોકોના નામ આ પત્રિકામાં હોવા છતાં કોઈએ હાજરી આપી ન હતી. જે પાછળ પણ રાજનીતિક કારણ જ હોય તેવું ફલિત થયું છે.
હાજર ન રહેવાના આગેવાનોએ આપ્યા આ કારણો
આ અંગે આ ચારેય આગેવાનોએ હાજર ન રહેવાના કારણો પણ બહુ વિચિત્ર આપ્યા છે જેમાં શહેર પ્રમુખ અતુલ વાછાણીએ કહ્યું કે હું બહાર ગામ ગયો હતો. જિલ્લાના મહિલા મોરચાના મહામંત્રી રેખાબેન સિણોજીયાએ એવો ઉત્તર વાળ્યો હતો કે મામાજી ને ત્યાં પ્રસંગ હોવાથી બહાર ગામ ગયા હતા.
બક્ષી મોરચાના દિપક મેરાણીએ તો સાવ નવી કહાણી રજૂ કરી હતી કે વાડીએ ટીસી બળી ગયું હતું અને કોબીનું વાવેતર કરતો હતો. જ્યારે શહેર મહામંત્રી સરજુ માકડીયાએ તો પાંચ ફોન કર્યા છતાં ઉપાડવાની તસદી જ ન લીધી.
.