ભરૂચ8 મિનિટ પહેલા
- કૉપી લિંક
- જિલ્લામાં જંબુસર તાલુકામાં સૌથી વધારે 29840 ખેડૂતોને લાભ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી હતી જેમાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.6 હજાર સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળી રહ્યા છે જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવે છે ભરૂચ જિલ્લામાં કુલ 1.19 લાખ ખેડૂતો એવા છે કે જેમના નામે જમીન હોવાની ખરાઈ તેઓએ કરાવેલ છે.
તથા પોતાના બેન્ક ખાતા સાથે આધાર લિંક કરાવેલ છે તેમજ પોતાના બેન્ક ખાતાનું ekycપણ કરાવેલ છે.તેઓને તારીખ 27 જુલાઇએ 14 માં હપ્તાના 2હજાર ની ચુકવણી કરવામાં આવી છે જિલ્લામાં હજુ બાકી રહેલ 37,775 ખેડૂતો પોતાના બેન્ક ખાતાનું ekyc કરાવશે તો તેઓને પણ આગમી 15 માં હપ્તાના અને બાકી રહી ગયેલ 13 માં અને 14 હપ્તાના બે -બે હજાર ચૂકવવામાં આવશે
યોજનાનો લાભ લેવા બેન્ક ખાતાનું KYC જરૂરી
જિલ્લામાં હજુ બાકી રહેલ 37775/- ખેડૂતો છે જે જલ્દીથી પોતાના બેન્ક ખાતાનું ekyc કરાવે તો તેઓને પણ આગમી 15 માં હપ્તાના અને બાકી રહી ગયેલ 13 માં અને 14 હપ્તાના બે -બે હજાર ચૂકવવામાં આવશે તેમજ હાલમાં ભરૂચ જિલ્લામાં કુલ 119140 પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે > પી.આર.માંડાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી ભરૂચ
.