બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરોને આવેદનપત્ર આપવા જતા અટકાવ્યા; કાર્યકરોએ કચેરીનો જ ઘેરાવો કરી રોષ વ્યક્ત કર્યો | Botad stopped the workers of the National Dalit Rights Forum from going to hand over petitions; The workers surrounded the office and expressed their anger

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Botad Stopped The Workers Of The National Dalit Rights Forum From Going To Hand Over Petitions; The Workers Surrounded The Office And Expressed Their Anger

બોટાદ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા દલિતોના વિવિધ પ્રશ્નોને લઈને છેલ્લા 38 દિવસથી પ્રતિક ઉપવાસ ચાલે છે, પરંતુ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજે બપોરના 1 કલાકે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જતા કલેક્ટર દ્વારા પાંચ વ્યક્તિઓને પરવાનગી આપતા તેમજ વીડિયોગ્રાફી નહીં કરવાની સૂચના આપતા દલિત અધિકાર મંચના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો.

આજરોજ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા બપોરના 1 કલાકે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા તમામ કાર્યકરો કલેક્ટર કચેરીમાં બેસી ગયા હતા અને જય ભીમના નારા લગાવી કલેક્ટર કચેરીને ગજવી હતી. ત્યારે આખરે આગેવાનોને બોલાવતા મામલો થાળે પડ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જ્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વિવિધ પ્રકારના પ્રશ્નોને લઈને ચાલતા 38 દિવસથી ચાલતા પ્રતિક ઉપવાસ આંદોલનને ન્યાય ન મળતા આજે બપોરના 1 કલાકે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કાર્યકરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અને રજૂઆત કરવાના મામલે બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ કિર્તીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, અમે બોટાદ જિલ્લાના દલિત સમાજના વિવિધ પ્રકારના પ્રશ્નો જેવાકે સાથણીની જમીન, મફત પ્લોટઆપવા, સમાજઉપર થતા અત્યાચાર અટકાવવા, કારીયાણી ગામના રાજુભાઈ ની થયેલ હત્યાના આરોપીઓને ધરપકડ કરવા સહિતના પ્રશ્નોને લઈને અમે 38 દિવસથી ખસ રોડ પર પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ.

વધુમાં તેમણે ઉમેર્યિં હતું કે, જે જગ્યાએ ઉપવાસ કરીએ છીએ. તે જગ્યા પર ગંદકી હોવાને લીધે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. તેમજ ઉપવાસ છાવણીની કોઈ અધિકારીઓએ મુલાકાત લીધી નથી અને અમારા પ્રશ્નોને ન્યાય ન મળતાં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નાઆગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટરને આવેદનપત્ર અને રજૂઆત કરવા ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા અમને અટકાવી ફક્ત પાંચ વ્યક્તિઓને જવાનું કહેલું, તેમજ ફોટો, વીડિયોગ્રાફી ન કરવા કલેક્ટરે જણાવતા અમે બધા કાર્યકરો કલેક્ટર કચેરીમાં બેસી ગયા હતા. ત્યાર બાદ અમને બોલાવ્યા હતા અને અમે કલેક્ટરને આવેદનપત્ર અને રજૂઆત કરેલી, પરંતુ જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અને ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં કેવું આદોલન કરવું તે બાબતની રણનીતિ નક્કી કરશું અને હવે અમારી એકજ ગણતરી છે. કરો યા મરો, લડેંગે યા મરેંગે તેમ બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ કિર્તીભાઈ ચાવડાએ ઉગ્ર રોષ વ્યક્ત કરી નિવેદન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *