ભાવનગર8 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભાવનગર શહેરની મધ્યમાં આવેલા તખ્તેશ્વર મંદિર નજીક આવેલા માધવ હિલ કોમ્પ્લેક્સનાં બિંલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિતની દુકાનો દબાઈ ગઇ છે. બેઝમેન્ટની દુકાનોમાં વ્યક્તિઓ દબાયા હોવાની આશંકાના આધારે ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.
કેટલાક લોકો દટાયા હોવાની આશંકા
બિંલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી અનેક દુકાનો દટાઇ ગઇ છે. જેમાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકાને લઇને 108, ફાયરવિભાગ અને પોલીસ કમિશનર કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે. તંત્ર દ્વારા અત્યારે 4થી વધુ જેસીબીથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે.
બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિત 10 દુકાનો દબાઇ
મળતી માહિતી મુજબ બે માળની બાલ્કની ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિત 10 દુકાનો દબાઇ દઇ છે. અત્યારે તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી કરાઇ રહી છે. જોકે, કેટલા લોકો દબાયા એનો કોઇ આંકડો સામે આવ્યો નથી પણ અનેક લોકો દબાયા હોવાની શંકા છે.
70 જવાનો કાટમાળ ખસેડવાની કામગીરી કરી રહ્યા છે
કમિશનરે જણાવ્યું હતું કે, માધવ હિલ કોમ્પ્લેક્ષમાં બે માળની બાલ્કની ધરાશાયી થતાં 17થી 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણએ હજી અંદર એક બહેન દટાયા હોવાની આશંકા છે. અત્યારે અમારા 70 જવાનો કાટમાળ ખસેડવાની કામગીરી કરી રહ્યા છે. તાત્કાલિક આ કાટમાળ હટાવવામાં આવશે.અમે સતત અપડેટ્સ કરી રહ્યા છીએ…