આદિપુર31 મિનિટ પહેલા
- કૉપી લિંક
- આદિપુરના કેસરનગર વરસાદી નાળાની સમસ્યા ન ઉકેલાતા હોબાળો
- મેઘપર (કું) ના ગટરનું પાણી વરસાદી નાળામાં ભેળવી દેવાતા સમસ્યા ઉદ્દભવી
આદિપુર સાથે જોડાયેલ મેઘપર કુંભારડીની સોસાયટીઓમાં પાયાની સમસ્યાઓ સંબંધિત પરેશાનીઓનો ઉદ્દભવી છે. સતત ઉભરાતી ગટરોના કારણે સિદ્ધેશ્વરપાર્કનાં મુખ્ય માર્ગ પર સમગ્ર વિસ્તારમાં પાણીનો વ્યાપક ભરાવો થઈ ગયો છે. ઠેર ઠેર પાણીના ભરાવા વચ્ચે લોકો રોગચાળાની દહેશત વચ્ચે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. જેથી ગટરના ગંદા પાણીના નીકાલ કરવા માટે મેઘપર (કું) પંચાયતના વહીવટદારોએ ગટરનું પાઇપલાઈન કેસનનગરના વરસાદી નાળામાં રાતોરાત જોડાણ કરતા કેસરનગર ના રહેવાસીઓને હવે વધારાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાથી સ્થાનિકોએ હોબાળો કરી મુક્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ અમુક દિવસો પહેલા રાતો રાત મેઘપર(કું)ના વહીવટદારોએ આદિપુરના કેસર નગર પાસેના વરસાદી પાણીના વહેણમાં ગટર લાઇન હોડી નાખી હતી. જે બાદ સ્થાનિકોએ હોબાળો કરતા ગટર લાઇન દૂર કરી નાંખશું તેમ કહેવાયું હતું. પરંતુ સમસ્યાનો ઉકેલ ન આવતા ફરી સ્થાનિકો એકત્રિત થયા હતા અને હવે જો 2 દિવસમાં સમસ્યાનો નિકાલ નહિ આવે તો રસ્તા પર ઉતરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
સ્થાનિકોનો આક્રમક મૂડ જોતા ગાંધીધામ નગરપાલિકાના સ્થાનિક કાઉન્સિલર પણ કેસર નગર પાસે પહોંચી આવ્યા હતા અને સમસ્યા અંગેની જાણકારી પણ મેળવી હતી તો બીજી તરફ આ અંગે કાઉન્સિલરને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે બનાવની જાણકારી મળતા તાત્કાલિક ધોરણે ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને સીઓ દ્વારા મેઘપર કુંભારડી ગ્રામ પંચાયતને નોટિસ આપી છે અને તાત્કાલિક ધોરણે ગટર કનેક્શન હટાવી નાખવા જણાવવામાં આવ્યું છે. જેથી ટૂંક સમયમાં આ સમસ્યાનો નિકાલ આવી જશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.
.