બે દાયકા પહેલાં માથાભારે તત્વોને કાબુમાં લેનાર જ્ઞાનેન્દ્રસિંઘ હવે અમદાવાદના CP, ડેપ્યુટેશન પુરું થતાં હોમ કેડરમાં પરત ફર્યા | Gyanendrasingh, who overcame recalcitrant elements two decades ago, now returns to the home cadre on completion of CP, Ahmedabad deputation.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gyanendrasingh, Who Overcame Recalcitrant Elements Two Decades Ago, Now Returns To The Home Cadre On Completion Of CP, Ahmedabad Deputation.

અમદાવાદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

બે દાયકા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકેના કાર્યકાળ દરમિયાન માથાભારે તત્વોને કાબુમાં લેનાર જી.એસ મલિકે અમદાવાદ પોલીસ કમિશનરનો કાર્યભાર સંભાળી લીધો છે. મલિકે કાયદો અને વ્યવસ્થાને પ્રાધાન્ય આપવાની સાથે ટ્રાફિકના પ્રશ્નોના સમાધાનને પણ અગ્રસ્થાને રાખવાની વાત ઉચ્ચારી હતી.

આ ઉપરાંત બે દાયકામાં અમદાવાદ સહિત દેશભરમાં ક્રાઇમના પ્રકાર બદલાઇ ગયા છે. સાયબર ક્રાઇમ વધી રહ્યો છે તેના માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી તેમજ સાયબર ક્રાઇમ યુનિટની મદદથી તેને પણ માત આપવાની તૈયારી બતાવી હતી. સાથે-સાથે પોલીસને પણ પોતાના કામમાં એલર્ટ રહેવાની ટકોર કરી હતી.

મલિક 1993ની બેચના IPS
ત્રણ મહિના સુધી અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાળ સંભાળ્યા બાદ પ્રેમવીરસિંઘે ચાર્જ નવા કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ચાર્જ સોંપ્યો હતો. 1993ની બેચના મલિક મૂળ હરિયાણાના વતની છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઇલે.એન્જિનિયરિંગમાં બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું છે .

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP રહ્યા
મલિકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ઉપરાંત ડાંગ, પોરબંદર,સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભરૂચ તથા કચ્છ જિલ્લા પોલીસવડા તરીકે પણ ફરજ બજાવી છે. અમદાવાદમાં સ્પેશિયલ બ્રાન્ચના જેસીપી સહિત અમદાવાદ, વડોદરા, સુરત અને બોર્ડર રેન્જના આઇજીપી તરીકે પણ ફરજ બજાવી છે. ગૃહ વિભાગમાં સચીવ તરીકે પણ સેવા આપી ચુક્યા છે.

2018માં ડેપ્યુટેશન પર ગયા હતા
મલિક વર્ષ 2018માં ડેપ્યુટેશન પર બીએસએફમાં ગયા હતા. જ્યાં ચાર વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ સીઆઇએસએફમાં પોસ્ટિંગ થયું હતું. ડેપ્યુટેશન પુરુ થતાં તેઓ હોમ કેડરમાં પરત ફર્યા છે.

ગોડમધરની ગેંગને માત આપી
મલિકે પોરબંદરમાં ગોડમધરની ગેંગને માત આપી હતી. અમદાવાદમાં વહાબ ગેંગ અને સુભાષસિંગ ઠાકુર ગેંગના માસ્ટર માઇન્ડને ઝડપ્યો હતો. કચ્છના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાની બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો તહો. વદોડરામાં પારુલ યુનિ.ના જયેશ પટેલ કેસની તપાસ કરી હતી.

ટ્રાફિકની સમસ્યાને પોલીસ મથકની દરખાસ્ત મંજૂર કરી
જ્યારે ગૃહના સચિવ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે તેમણે અમદાવાદની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઇને અમદાવાદમાં 14 નવા ટ્રાફિક પોલીસ મથકની દરખાસ્ત મંજૂર કરી હતી. ટ્રાફિક પોલીસની કામગીરી અને વ્યવસ્થા કેવી હોય તેના અભ્યાસ માટે તત્કાલિન અધિકારી હરેકૃષ્ણ પટેલને દક્ષિણના શહેરોની વિઝિટ પણ કરાવી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *