પંચમહાલ (ગોધરા)32 મિનિટ પહેલા
- કૉપી લિંક
મંદિર પાસે આંકડાનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે, ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ સિંદૂરી માતાના મંદિર પાસે રહેતો સંજય પ્રભુદાસ ખ્રિસ્તી નામનો ઇસમ આંકડાનો જુગાર રમાડી રહ્યો છે. હાલમાં પણ આંકડાના જુગારની પ્રવૃત્તિ ચાલુ છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગતરોજ બપોરના અરસામાં છાપો મારતાં મહેશભાઈ રાવળ નામનો ઇસમ ઝડપાઇ ગયો હતો. પોલીસે પકડાયેલા ઇસમ પાસેથી રૂ. 1730 રોકડ કબજે લઈને બે ઈસમો સામે જુગારધારા મુજબ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જુગાર રમતા ત્રણ ઇસમોને પોલીસે ઝડપ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે, ગોધરા શહેરના ગેની પ્લોટ વિસ્તારમાં રહેતા મોહમ્મદ સફિ અબ્દુલ સલામ બદામ નામના ઈસમે પોતાના ફાયદા માટે ગોધરા શહેરના હમીરપુર રોડ પર નજીકથી પસાર થતી મેસરી નદીની ધસમાં કેટલાક ઈસમો ભેગા કરીને આર્થિક લાભ માટે પત્તા પાના વડે હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે ગતરોજ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે બાતમી મુજબની જગ્યાએ છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમતાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઇસમોના નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ ઇકબાલ સત્તાર ગીતેલી ઉર્ફે ઇકબાલ દલ્લી, લાલાભાઈ મથુરભાઈ ભોઈ અને રાજુભાઈ વાડીલાલ ભોઈ જણાવ્યા હતા. પકડાયેલા ઇસમોની અંગજડતી અને દાવ પરથી મળીને કુલ રૂ. 14,420 રોકડ મળી આવી હતી. પકડાયેલા ત્રણ ઈસમો અને વોન્ટેડ મોહમ્મદ સફિ અબ્દુલ સલામ બદામ સહિત ચાર ઈસમો સામે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસમથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.