બસુ ગ્રામ પંચાયતમાં નાણાંકીય ગોટાળામાં ઉપ સરપંચ સસ્પેન્ડ | Deputy Sarpanch suspended in financial scam in Basu Gram Panchayat

Spread the love

છાપી21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અગાઉ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ વડગામના બસુ ગામે નાગરિકોના કરવેરાના નાણાંની ગેરરીતિ કરી ઉચાપત કરનારા ઉપસરપંચને સસ્પેન્ડ કર્યો હતો. વડગામ તાલુકાના બસુ ગ્રામ પંચાયતમાં લોકોના રૂપિયા 19.54 લાખના કરવેરા ચાઉ કરી ખોટું રેકર્ડ બનાવવાના ગુનામાં તત્કાલીન સરપંચ મોફિક ચૌધરી તેમજ તલાટી વિજય ચૌધરી વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

નાણાંકીય ગેરરીતિ બાબતે મોફિક ચૌધરીને ત્રણ ત્રણ વાર નોટિસ આપવામાં આવી હોવા છતાં તેઓએ કોઈ પણ પ્રકારનો જવાબ રજૂ ન કરતાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ તત્કાલીન સરપંચ અને વર્તમાન ઉપસરપંચ મોફિક ચૌધરીને સંસ્થાના નાણાંકીય નિયમનની કામગીરી કરવાના બદલે ગેરરીતિ આચરી કરવેરા ના પૈસા ચાઉ કરી જતાં તાત્કાલિક અસરથી હોદ્દા ઉપરથી દુર કરી સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો હતો.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *