Categories: Gujrat

ફૂટબોલમાં ભારત 20 વર્ષ પછી​​​​​​​ ગેમચેન્જર બનશે અને ભારતમાં ક્રિકેટને સમાન બની જશેઃ પરિમલ નથવાણી | India will become a game changer in football after 20 years and will become equal to cricket in India: Parimal Nathwani

Spread the love

અમદાવાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની 45મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)ને સંબોધન કરી રહ્યા હતા. પરિમલ નથવાણીના પ્રમુખપદ હેઠળ જી.એસ.એફ.એ.ને ગુજરાતના કોર્પોરેટ્સ તરફથી ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું છે. 20 વર્ષ પછી ફૂટબોલ સમાજમાં ગેમચેન્જર બની રહેશે અને ભારતમાં ક્રિકેટને સમાન બની જશે, એમ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની સાધારણ સભા
ઘણાં લાંબા સમયથી ફૂટબોલ સંસ્થાને મદદ કરતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઉપરાંત, હવે અદાણી ગ્રૂપ, ટોરેન્ટ ગ્રૂપ અને ઝાયડસ ગ્રૂપ પણ ગુજરાતમાં ફૂટબોલને સહાય કરવા માટે આગળ આવ્યાં છે. આ અંગેની જાહેરાત રાજ્યસભાના સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણી, જેઓ જી.એસ.એફ.એ.ના પ્રમુખ પણ છે, દ્વારા 45મી વાર્ષિક સાધારણ સભામાં આજે અમદાવાદમાં કરવામાં આવી હતી.

ચૌબેને GSFAની એક્ઝિક્યુટીવ કમિટીમાં સમાવવામાં આવ્યા
પરિમલ નથવાણીના નેતૃત્વમાં જી.એસ.એફ.એ. જમીનીસ્તરે ફૂટબોલના વિકાસ માટે નિરંતર કાર્યરત છે. જી.એસ.એફ.એ.ને ગર્વ છે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.)ની ચૂંટણી 33 વિ. 1 મતથી જીતનારા એ.આઇ.એફ.એફ.ના પ્રમુખ કલ્યાણ ચૌબેને ગુજરાતમાંથી નોમિનેટ કરવામાં આવ્યા હતા. ચૌબેને જી.એસ.એફ.એ.ની એક્ઝિક્યુટીવ કમિટીમાં સમાવવામાં આવ્યા છે.

રાજ્ય-સ્તરે ફૂટબોલ લીગ શરૂ કરવા અંગે પણ વિચારણા
વાર્ષિક સાધારણ સભાને સંબોધતા નથવાણીએ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના હોદ્દેદારોને તેમના પ્રતિભાશાળી ખેલાડીઓના પ્રદર્શનનો અહેવાલ તથા ગુજરાત ફૂટબોલને આગળના તબક્કામાં લઇ જવા માટેના વિકાસ આયોજન તૈયાર કરવા માટે અપીલ કરી હતી. તમે તમારા પ્રશ્નો લઇને અમારી સમક્ષ આવો, કોઈ જ સમસ્યા નથી, પરંતુ તમારે તમારું રીપોર્ટ કાર્ડ પણ લઇને આવવું જોઇએ અને ઉમેર્યું હતું કે તમામ જિલ્લા ફૂટબોલ એસોસિએશને પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવી જોઇએ અને અમે તેમને તમામ સ્તરે મદદ કરવા તૈયાર છીએ. તેમણે જણાવ્યું હતું કે જો જિલ્લા ફૂટબોલ એસોસિએશન પણ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે તો જી.એસ.એફ.એ. ગુજરાત ફૂટબોલને આઇ.પી.એલ. ક્રિકેટ જેવા સ્તરે લઇ જવા માટે પ્રતિબદ્ધ છે. જી.એસ.એફ.એ. ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ.)ની તર્જ પર રાજ્ય-સ્તરે ફૂટબોલ લીગ શરૂ કરવા અંગે પણ વિચારણા કરી શકે છે.

GSFA દ્વારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સાથે MOU
​​​​​​
જી.એસ.એફ.એ.એ વર્ષ 2022-23 દરમિયાન વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જેમકે રિલાયન્સ કપ, જી.એસ.એફ.એ. સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ, ગુજરાત સ્ટેટ વિમેન્સ લીગ, ખેલો ઇન્ડિયા સીટી લીગ અન્ડર-17, ખેલો ઇન્ડિયા સીટી લીગ અન્ડર-17 ગર્લ્સ, 31મી બલરામ ક્ષત્રિય મેમોરીયલ (અન્ડર-17) બોય્સ આઇ.ડી.એફ.ટી., જી.એસ.એફ.એ. સિનિયર વિમેન્સ આઇ.ડી.એફ.ટી ફોર લેટ ગુલાબ ચૌહાણ મેમોરીયલ ટ્રોફી, જી.એસ.એફ.એ. અન્ડર-18 ક્લબ ચેમ્પિયનશીપ, જી.એસ.એફ.એ. અન્ડર-15 ક્લબ ચેમ્પિયનશીપ, જી.એસ.એફ.એ. અન્ડર-13 ક્લબ ચેમ્પિયનશીપ, જી.એસ.એફ.એ. ક્લબ ચેમ્પિયનશીપ સિનિયર મેન્સ, જી.એસ.એફ.એ. ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપ સિનિયર મેન્સ, જી.એસ.એફ.એ. ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપ સિનિયર વિમેન્સ. રાજ્યમાં ફૂટબોલની રમતના વિકાસ માટે જી.એસ.એફ.એ. દ્વારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યો છે.

ગોલ્ડન બેબી લીગ હવેથી બ્લૂ કબ્સના નામે ઓળખવામાં આવશે
​​​​​​​​​​​​​​
જી.એસ.એફ.એ. દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં યુવાન પ્રતિભાઓને શોધી કાઢવા માટે ગોલ્ડન બેબી લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે હવેથી બ્લૂ કબ્સના નામે ઓળખવામાં આવશે. 6થી 12 વર્ષની નાની વયે ફૂટબોલ રમતા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપતા બેબી લીગના વિકાસમાં દેશભરમાં અગ્રણી હોવાનું જી.એસ.એફ.એ.ને ગૌરવ છે. આ લીગનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને શોધવાનો, જમીનીસ્તરના ફૂટબોલનો વિકાસ અને રાજ્યમાં ફૂટબોલના વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે, એમ જી.એસ.એફ.એ.ના જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. વાર્ષિક સાધારણ સભામાં જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખો અરુણસિંહ રાજપૂત, હનીફ જિનવાલા અને ગુણવંતભાઈ ડેલાવાલા, જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા, કોષાધ્યક્ષ મંયક બૂચ, સહિતના જી.એસ.એફ.એ.ના હોદ્દેદારો તથા 33 જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

gnews24x7.com

Recent Posts

Why Every Business Needs a Website in 2026

In today’s digital-first world, a business without a website is like a shop without a…

1 month ago

Netflix Rom-Com Based on Bestselling Novel

Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…

1 month ago

General Hospital Fans Want Drew’s Storyline to End After Shooter Reveal

For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…

1 month ago

The Odyssey’s Matt Damon Reveals How Much Weight He Lost for Odysseus

Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…

1 month ago

Trump withdraws US from dozens of international and UN entities

Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…

1 month ago

Taylor Swift Reveals Elizabeth Taylor’s Estate’s Reaction to The Life of a Showgirl Song

Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…

4 months ago