પ્લાસ્ટિક ન્યૂસન્સ ફેલાવતા ચા-પાનના 166 વેપારીઓ દંડાયા, 16.5 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂ. 55 હજારની વસૂલાત | 166 tea and pan traders were fined for spreading plastic nuisance, 16.5 kg of plastic was seized and Rs. 55 thousand recovered

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 166 Tea And Pan Traders Were Fined For Spreading Plastic Nuisance, 16.5 Kg Of Plastic Was Seized And Rs. 55 Thousand Recovered

રાજકોટ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં ભારે વરસાદ વચ્ચે ભૂગર્ભ ગટરો જામ થઇ ઓવરફલો થવા સાથે છેક નદી કાંઠા સુધી પ્લાસ્ટીક વેસ્ટનું દુષણ ઉભરાઇને પહોંચ્યું હતું. આવા પ્લાસ્ટિકનો ઉપયોગ પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચાડે છે. ખાસ ચા અને પાનની દુકાને થતા આવા ન્યૂસન્સ સામે મનપા કમિશ્નરે ખાસ ઝુંબેશ શરૂ કરાવી છે. જેમાં જુદા-જુદા વિસ્તારમાં ચા-પાનના 166 જેટલા ધંધાર્થીઓ દંડાયા હતા. મનપાનાં અધિકારીઓ દ્વારા જુદા-જુદા વેપારીઓ પાસેથી 16.5 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂા.55 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

4.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત
પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં-2, 3, 7, 13, 14 તથા 17ની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકીંગ તથા જાહેરમાં ન્યૂસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ કરાઇ હતી. જેમાં શહેરના બજરંગવાડી, જામટાવર, કસ્તુરબા રોડ, ઢેબર રોડ, કનક રોડ, યાજ્ઞિક રોડ, રેલ્વે સ્ટેશન રોડ, જયુબેલી રોડ, કૃષ્ણનગર મેઇન રોડ, મવડી રોડ, ગોંડલ રોડ, કોઠારીયા રોડ, કેનાલ રોડ, ગાયત્રીનગર મેઇન રોડ અને સહકાર રોડ વિસ્તારમાં ચા-પાન સહિતના કુલ 57 આસામીઓ પાસેથી 4.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ પાસેથી રૂ.13,900 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.

કુલ 47 આસામીઓ પાસેથી રૂ.19,517 જેટલો વહીવટી ચાર્જ વસૂલ્યો
આ ઉપરાંત પશ્ચિમ ઝોનના વોર્ડ નં-1, 8, 9, 10, 11 તથા 12ના 150 ફુટ રીંગ રોડ, બાલાજી હોલ, મવડી ચોક, નાનામવા રોડ, રાજનગર ચોક, રૈયા ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ વિસ્તારમાં કુલ 62 આસામીઓ પાસેથી 6.5 કિલો જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.22,050 વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે પૂર્વ ઝોનના વોર્ડ નં- 4, 5, 6, 15, 16 તથા 18માં મોરબી રોડ, દુધસાગર રોડ, સંતકબીર રોડ, ભાવનગર રોડ, 80 ફૂટ રોડ, કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં કુલ 47 આસામીઓ પાસેથી 5.50 કિલો જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.19,517 જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *