પ્રદીપસિંહ વાઘેલાની ભ્રષ્ટાચારમાં સંડોવણી બહાર આવતા તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા: મનોજ સોરઠિયા | Allegation of AAP resigning to BJP

Spread the love

સુરત8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આમ આદમી પાર્ટીના ભાજપ પર અંતરીક ખેંચતાણને લઈને શાબ્દિક પ્રહારો

આજે ગુજરાત ભાજપમાં પ્રદેશ મહામંત્રી અને વડોદરા શહેર ભાજપ મહામંત્રીએ રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીએ આક્ષેપો કર્યા છે. જેમાં આપના નેતા મનોજ સોરઠિયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પ્રદીપસિંહ વાઘેલાની ભ્રષ્ટાચારમાં સંડોવણી બહાર આવતા તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે.

ભાજપનો આંતરિક કલહ ઉજાગર
ગુજરાત ભાજપમાં બુથ કાર્યકર્તાઓથી લઈને મોટા નેતાઓ ભ્રષ્ટાચારમાં સંકળાયેલા હોય તેવુ લાગી રહ્યુ છે. ભાજપના ધરમાંથી ઊઠેલો ધુમાડો સાબીત કરે છે કે કંઈ ગંભીર રંધાઈ રહ્યુ છે. ભાજપના કદ્દાવર નેતા અને મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ભ્રષ્ટાચારમાં સંડોવણી બહાર આવતા તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા, એટલુ જ નહીં પણ કમલમ પર પ્રવેશબંધી કરવામાં આવી છે તે બાબત ગંભીર છે. આ પ્રકારના સીધા આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે.

તટસ્થ તપાસ તમામ કાંડમાં થવી જોઈએ
મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મને એક વાત નથી સમજાતી કે આ તમામ ભ્રષ્ટાચારોને ઢાંકવાના પ્રયાસો સરકાર તરફથી કેમ કરવામાં આવે છે. આ બાબતે તો નિષ્પક્ષ તપાસ કરાવીને દોષીતોને સજા થવી જોઈએ. કટકી કરેલા પૈસા વસુલવા જોઈએ. વિપક્ષના નેતાઓને તો ખોટા કેસોમાં ફસાવીને પણ કાર્યવાહી કરવામાં આવે છે. ભાજપના આ બેવડું વલણ ગંભીર બાબત છે. જનતા ભાજપના આ ડબલ સ્ટાંડર્ડને ઓળખી ગઈ છે. માણા હમણાં જ કેટલા કિસ્સાઓ બહાર આવ્યા જેમ કે, લાંગા અને રૂપાણી પાંજરાપોળ જમીન કાંડ, ડો.ચગ આત્મહત્યા કાંડ, વડોદરા મેયરના ભ્રષ્ટાચાર પત્રિકાકાંડ, સી.આર. પાટીલ 80 કરોડ ફંડકાંડ, પેન ડ્રાઈવ પત્રિકાકાંડ, હમણાં જમીન કૌભાંડમાં નામ આવતા પ્રદીપસિંહ ભ્રષ્ટાચારનો કાંડ

આમ આદમી પાર્ટીનો ભાજપને સવાલ
મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતં કે, આ બધા કેસોની તપાસ કોણ કરશે? કેમ ભ્રષ્ટાચારો વિરૂદ્ધ કાર્યવાહી કરવાને બદલે કાંડ બહાર લાવવાવાળા પર કાર્યવાહી કરવામાં આવે છે? આમ આદમી પાર્ટીની માગ છે તે આ તમામ મામલામાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ભાજપ ભ્રષ્ટ નેતાઓને બચાવવાનું બંધ કરે અને કાર્યવાહી કરે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *