પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે મ્યુનિસિપલ કમિશનરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરી સામે સવાલ ઉભા કર્યા | In the matter of banned plastic, the Municipal Commissioner questioned the performance of the Solid Waste Management Department

Spread the love

અમદાવાદ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરી સામે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. અધિકારીઓ સાથેની રીવ્યુ બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર દ્વારા પોતાના વિભાગની કામગીરી મની રજૂઆત કરતા હતા. જેમાં મધ્ય ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઓછો મળી આવ્યો હતો. જેના પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડાયરેક્ટર અને તેમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી અને તમારી ટીમો ખાલી આટલું જ પ્લાસ્ટિક જપ્ત કરે છે જ્યારે શહેરમાં આ વિસ્તારમાંથી સૌથી વધારે પ્લાસ્ટિકનો સપ્લાય થતો હોય છે.

સૂત્રો મુજબ મ્યુનિસિપલ કમિશનરે રીવ્યુ બેઠકમાં મધ્યઝોન જ્યાં મહત્તમ પ્રતિબંધીત પ્લાસ્ટીકના જથ્થાબંધ વેપારીઓ આવેલા છે ત્યાં તંત્રને માંડ અત્યાર સુધીમાં 8 દુકાનમાં જ પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું હોવાનું પોતાના પ્રેઝન્ટેશનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેને લઈ કમિશનર દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરી પ્રતિબંધિત પ્લાસ્ટીક બાબતે યોગ્ય કામગીરી કરવા સુચના આપી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર હર્ષદ સોલંકીને તેઓએ પૂછયું હતું કે શુ તમારી ટીમ દ્વારા મધ્યઝોનમાં યોગ્ય કામગીરી કરવામાં આવી રહી નથી. મધ્યઝોનમાં માંડ 34 કિલો જેટલો જ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો મળ્યો છે.

રીવ્યુ કમિટીમાં કમિશનરે શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી આજદિન સુધી શહેરમાં પડેલા ભુવાના રીપેરીંગની કામગીરીને લઈને પણ નારાજગી વ્યક્ત કરી હતી. ભુવા રીપેરીંગની કામગીરીમાં ઝડપ લાવવા અને યુદ્ધના ધોરણે કામ કરવા માટે સુચના આપી છે. પશ્ચિમ ઝોનમાં સુભાષબ્રિજ કલેકટર કચેરી સામે ચાલી રહેલી કામગીરીમાં ઝડપ લાવવા પણ તેમણે સુચના આપી હતી. ગાર્ડન વિભાગની કામગીરી સામે પણ તેઓએ નારાજગી વ્યક્ત કરતા ચોમાસા દરમિયાન જે રીતે શહેરમાં પ્લાન્ટેશન થવું જોઈએ તે કરવામાં આવ્યું નથી તેમ જણાવ્યું હતું. ગાર્ડન વિભાગના ડાયરેક્ટરને ચોમાસા દરમિયાન શહેરમાં વિવિધ જગ્યાએ પ્લાન્ટેશન કરવા માટેની પણ ટકોર કરી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *