પેગ્નેન્ટ થતાં દવા પીવડાવી મિસકેરેજ કર્યાનો આક્ષેપ, અમદાવાદમાં રહેતા પતિ, સાસુ, સસરા સામે ત્રાસની ફરિયાદ નોંધાવી | Allegation of miscarriage by taking medicine while pregnant, complaint of torture filed against husband, mother-in-law, father-in-law living in Ahmedabad

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Allegation Of Miscarriage By Taking Medicine While Pregnant, Complaint Of Torture Filed Against Husband, Mother in law, Father in law Living In Ahmedabad

રાજકોટ5 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતી પરિણીતાએ અમદાવાદ રહેતા પતિ, સાસુ, સસરા અને નણંદ સામે આક્ષેપ સાથે ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિએ પત્નીને ત્રાસ આપી પ્રેગ્નેટ થતા છુપી રીતે દવા પીવડાવી મિસકેરેજ કરાવ્યું હોવાના આક્ષેપ સાથે ધોરાજી માવતરે રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

23 વર્ષીય પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન તા.18.02.2022 ના રોજ અમદાવાદના મયંકભાઇ માવજીભાઇ વાળા સાથે અમારી જ્ઞાતીના રીતી રીવાજ મુજબ થયેલ હતા. હું લગ્ન થયા બાદ મારા પતિ મયંક તથા સસરા માવજીભાઇ ભીખાભાઇ વાળા, સાસુ ડાયબેન સાથે સયુકત કુટુંબમાં રહેતી હતી. અને થોડા દિવસ મને સારી રીતે રાખેલ ત્યાર બાદ મારા પતિ તથા સાસુ સસરા મને નાની નાની વાતમાં તથા ઘરકામ કરવા બાબતે બોલાચાલી કરી કજીયો કંકાસ કરવા લાગેલ.

મારા સાસુ તથા સસરા કહેતા કે તારા પિતાએ સોનાની બુટી આપેલ તેમાં ખોટા પેચ આપેલા છે અને વીંટી પણ નાની આપેલ છે. મને ઢોરની જેમ કામ કરાવતા હતા. કહેતા કે, અમારે તો વધુ દહેજ અને માલ સામાન લાવે તેવી વહુ જોઇતી હતી. અહિં ઘરમાં સાડી જ પહેરવી અને લાજ કાઢવી તેમ કહી મને ઘરની બહાર નીકળવા દેતા નહી અને મારા ઉપર શંકા કુશંકા કરતા અને મારા પતિ નોકરી ઉપરથી આવે ત્યારે મારો મોબાઇલ ચેક કરતા અને તારૂં બધુ પ્રુફ મારી પાસે છે તેમ કહીને મને ધમકાવતા હતા.

મને નોકરાણીની જેમ રાખતા અને મારા નણંદ નેહાબેન તથા તેના પતિ પંકજ સાથે અમદાવાદ અમારા ઘરે આટો દેવા આવતા તે વખતે મારી નણંદ મારા પતિની ચડામણી કરતી મારા પતિને તથા મારા સાસુને કહેતી કે, અમે અહિં આવીએ છીએ તે તારી પત્નીને ગમતુ નથી મોઢુ ચડી જાય છે. જેથી મારા પતિ તથા મારા સાસુ મને જેમ ફાવે તેમ અપશબ્દો બોલતા હતા.

નણંદ કહેતી કે આને તે શું રાખેલ છે. તુ તેને તેના માવતર ભેગી કર અમે તને બીજે પરણાવી દેશુ હું પ્રેગ્નેટ હતી તેમ છતા આ લોકો મને ટોર્ચર કરતા અને કહેતા કે અમારે તારુ બાળક જોઇતુ નથી. આમ દશ અઠીવાડીયાના ગર્ભ દરમ્યાન મારા પતિએ છુપી રીતે દવા પીવડાવી દેતા મારી મીસ ડિલેવરી થયેલ હતી. હાલ ધોરાજી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *