પૂરને કારણે નવસારીના હિદાયત નગરમાં 4 મકાનનું ધોવાણ થયું, માટી ધસી પડતાં ઘરની પાછળ આવેલા વાડાનું ધોવાણ | 4 houses washed away in Hidayat Nagar, Navsari due to flood, mudslide washes away the fence behind the house

Spread the love

નવસારી27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

27મી જુલાઈના રોજ નવસારી શહેરમાં ઉપરવાસમાં વરસાદને કારણે પૂર્ણા નદી બે કાંઠે વહેતા પૂર આવ્યો હતો જેને કારણે નદીની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા બે દિવસ બાદ પાણી ઉતરતા નીચાણવાળા વિસ્તારોમાં સાફ-સફાઈ શરૂ થઈ હતી ત્યારે આજે હિદાયત નગરમાં ચાર જેટલા મકાનોની પાછળ આવેલા વાડાનું ધોવાણ થતા તે ધસી પડ્યા હતા. જેથી રહેવાસીઓમાં ભય આપી ગયો હતો.

ધસમતા પૂરના પ્રવાહને કારણે અનેક ઘરોને નુકસાન થયું છે કાચા મકાનોનું ધોવાણ થતા તેમાં રહેતા રહેવાસીઓને માથે સંકટ તોળાય રહ્યું છે, પૂર્ણા નદીના આસપાસ વસેલા વિસ્તારો માં દર વર્ષે પાણી ભરાય છે જેને કારણે પાણીના પ્રવાહથી મકાનોનો પાયો કાચો બને છે અને સમયાંતરે મકાનનો કાટમાળ ઘસી પડે છે ત્યારે આવા વિસ્તારમાં વસતા રહેવાસીઓએ દર વર્ષે ઘરની મરામતનો ખર્ચો માથે પડે છે.

વર્ષોથી જર્જરિત ઇમારતો વસવાટ કરતા રહેવાસીઓને પાલિકાએ નોટિસ આપી તેને ખાલી કરવા નો આદેશ કરવા છતાં પણ શહેરમાં અનેક જર્જરીથી ઈમારતો ધમધમી રહી છે સાથે જ કુદરતી આફત રૂપે આવતા પૂરને કારણે જર્જરીત ઈમારતો માં વધુ નુકસાન થવાથી તે કોઈપણ સમયે ધરાશાય થવા ની સંભાવના ધરાવે છે ત્યારે આવા મકાનોમાં વસતા રહેવાસીઓએ સાવચેતી રાખવી સમયની માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *